* આગામી ૩૧ મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી પ્લેનનું લોકાર્પણ કરશે : દિવસમાં ચારવાર સી પ્લેન અમદાવાદથી કેવડિયા આવશે.
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેન સુવિધાનું લોકાર્પણ કરાશે ભારતમાં સૌ પ્રથમ વખત સી પ્લેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદથી કેવડિયા આવનાર સી પ્લેન આજે માલદીવથી ઉડાન ભરી હતી જે અંગે નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ પોતાના ટવીટર ઉપર જાણકારી આપી હતી તેમણે વધુ જણાવ્યું હતું કે દિવસમાં ચાર વખત સી પ્લેન કેવડિયા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અનેક આકર્ષણો ઉભા કરાયા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પોહોંચવા માટે પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉભી કરાઈ છે સી પ્લેન સુવિધા શરૂ થતાં ટુરિસ્ટ સી પ્લેનમાં બેસીને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકશે તેની સાથે તેઓ આ ક્ષેત્રમાં બનેલા ટુરીસ્ટ પ્લેસને જોઈ શકશે. પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનમાં બેસી કેવડિયા આવશે અને ભારતનું સૌપ્રથમ સી પ્લેન સુવિધા પ્રવાસીઓ માટે લોકાર્પણ કરશે, આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે માલદીવથી સી પ્લેનની પહેલી તસવીર સામે આવી છે. ભારતમાં પહેલીવાર સી પ્લેન સુવિધા શરૂ થવા જઈ રહી છે ત્યારે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી