કોરોના મહામારીને કારણે રાજપીપળા હરસિદ્ધિ મંદિરમાં મેળો અને ગરબા બંઘ રાખવામાં આવ્યા છે મંદિરની બહાર બે ગેટ બનાવમાં આવ્યા છે એક ગેટમાંથી એન્ટ્રી લેવામાં અને બીજા ગેટમાંથી બહાર નીકળવા માટેનું સુંદર આયોજન કર્યું છે અને ગાયત્રી મંદિરની બહાર LCD ટીવી લગાડવામાં આવ્યા છે. LCD ટીવીથી પણ ભક્તો માતાજીના દર્શન કરી શકશે. કોવિડ 19 ના નિયમોનું પાલન કરી રાજપીપલા હરસિદ્ધિ માતાજી મંદિરે રાજપૂત સમાજના યુવાનોએ તલવાર આરતીની પરંપરા જાળવી રાખી માત્ર 20 યુવાનો દ્વારા તલવાર આરતી કરવામાં આવી. જોકે યુવાનોએ પોતાના સાફાનું જ માસ્ક બનાવી માસ્ક પહેરીને આરતી કરી કોવિડ 19 ના નિયમોનું પાલન કરી તલવાર આરતી કરી હતી. તલવાર આરતી માટે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા માત્ર 20 લોકોને જ પરમિશન આપવામાં આવી હતી. 6 વર્ષથી રાજપૂત સમાજના યુવાનો તલવાર આરતી કરતા આવ્યા છે જેથી ખંડિત ના થાય તે માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. દર વર્ષે 200 યુવાનો આરતી કરે છે પણ આ વર્ષે કોવિડ 19 ના નિયમોને કારણે 31 યુવાનોએ તલવાર આરતી કરી.
રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજપીપળા : કોવિડ-19 નાં નિયમોનું પાલન કરી રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે રાજપૂત સમાજનાં યુવાનોએ તલવાર આરતીની પરંપરા જાળવી રાખી.
Advertisement