સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે તા. 30 નાં રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર હોય જેને અનુલક્ષીને આ વિસ્તારને તંત્ર દ્વારા સુસજ્જ કરવાની કામગીરી કરાઇ છે. જેનાં ભાગરૂપે આ સમગ્ર વિસ્તારને ચોખ્ખો ચણક બનાવવામાં આવ્યો છે તો રાત્રિનાં સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લાઇટિંગનું અનોખુ ઓપ આપવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારને દુલ્હનની જેમ લાઈટોથી સજાવામાં આવ્યું હતું. સરદાર સરોવર નર્મદા ડેમને આવું ક્યારે પણ સજાવવામાં આવ્યો ન હોય અદભૂત નજારો નાઈટ લાઈટોનો આવો નજારો તમે ક્યારેય નહીં જોયો હોઈ તેવો નજારો પ્રથમ વખત જોવા મળ્યો છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પહેલા કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને રંગીન લાઈટોથી સજાવમાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી કોરોનાના મહામારીના લીધે આશરે સાત મહિનાના બંધ રાખવામાં આવી હતી 31 ઓક્ટોબરના દિવસે સરદાર પટેલની જન્મ જ્યંતીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે ત્યારે 30 અને 31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર છે તેને રંગબેરંગી લાઇટોથી સજાવટ કરી દેવામાં આવી છે રસ્તાઓ પર રંગબેરગી લાઇટોની સજાવટ કરવામાં આવી છે ખાસ રાત્રી દરમિયાન જોવા માટેના ગ્લો જે ગાર્ડન છે એને પણ લાઈટોથી સજાવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન કેવડિયામાં નાઈટ કરે એ સૂત્ર માહિતી મળી રહી છે એ જોતા કેવડીયા વિસ્તાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આજુબાજુના વિસ્તારોને રંગબેરંગી લાઇટોથી સજાવટ કરવામાં આવી છે.
અહીં નોધનીય છે કે કેવડીયા વિસ્તારમાં આગામી સમયમાં દેશનાં વડાપ્રધાનની ઉપસ્થિતિ રહેનાર હોય જેના કારણે અહીંના તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ભારતમાં કોઈપણ અધિકારી કે શાસકો પધારવાનાં હોય ત્યારે વિસ્તારને સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ સ્વ્ચછતા કે અન્ય બાબતોમાં ” જેસે થે” જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ કેવડીયા વિસ્તારને પણ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોય તેથી સુસજ્જ બનાવવામાં આવી રહ્યો છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી