Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારી : કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલ કોવિડ ટેસ્ટિંગમાં આજે ૦૪ પોઝિટિવ નોંધાયા.

Share

આગામી ૩૧ મી ઓક્ટોબરે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે આ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેવડિયા ખાતે આવશે અને એકતા પરેડમાં ભાગ લેશે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ઉભા કરાયેલા નવા આકર્ષણોનું લોકાર્પણ કરવાના છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આગામી ૩૧ મી ઓકટોબરના કાર્યક્રમને ધ્યાને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફરજ બજાવતાં કર્મચારીઓ અધિકારીઓ સુરક્ષા કર્મીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક અધિકારી ડૉ. આર. એસ. કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને આજે તા. ૧૯ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ કોરોનાના કુલ ૨૯૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે તે પૈકી ૦૪ કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે આ ઉજવણી સંદર્ભે કેવડીયા ખાતેના આજદિન સુધી કુલ ૪૬૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે આગામી ૩૧ મી ઓક્ટોબર પહેલા સંપૂર્ણપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોરોના મુક્ત કરવા તરફ તંત્રએ દોડ લગાવી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરા-ટ્રાફીક પોલીસની સતત બીજા દિવસે ડ્રાઈવ પાણીગેટ, સલાટવાડા, વડસર, ઈલોરાપાર્ક, ગોત્રી, ચકલી સર્કલ સહિત 12 સ્થળોએ ડ્રાઈવ…..

ProudOfGujarat

રાજપીપલા નગરી બની ખાડાનગરી.. જ્યાં જુવો ત્યાં અધધ ધ ખાડા જ ખાડા.!

ProudOfGujarat

ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન પૈસા ઉપાડી સાઈબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!