કોરોનાનું સંક્રમણ ઘટાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ બેંકો અને એ.ટી.એમ. માં સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનાં અભાવને કારણે સંક્રમણ વધવાની દહેશત ફેલાઈ છે. આ પ્રકારનો આ કિસ્સો રાજપીપળાનાં એ.ટી.એમ. માં જોવા મળ્યો છે. જયાં સેનેટાઈઝરનો અભાવ જોવા મળ્યો છે. રાજપીપળામાં કેટલીક બેંકોનાં એ.ટી.એમ. ખાતે ગંભીર લાપરવાહી સામે આવી છે. એ.ટી.એમ.એક એવી જગ્યાએ જેમાં દિવસ દરમિયાન અનેક લોકો આવતા-જતાં હોય છે રાજપીપળાનાં અનેક બેંકોનાં એ.ટી.એમ. માં સેનેટાઈઝર પણ મૂકવામાં આવ્યા નથી. તંત્ર દ્વારા બેંકોનાં એ.ટી.એમ. પર કયારેય તપાસ કરવામાં આવી છે કે કેમ ? તેવા અનેક પ્રશ્નો રાજપીપળાનાં નાગરિકોએ કર્યા છે ? રાજપીપળાનાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે જયારે ભોળી પ્રજા કોઈને કોઈ કારણસર માસ્ક વગર બહાર નીકળે કે સોશિયલ ડિસ્ટન્સ કે દુકાનદાર પાસે સેનેટાઈઝરનો અભાવ હોય ત્યારે સરકાર દ્વારા મસમોટો દંડ વસૂલ કરવામાં આવે છે. તો બેંકોની આ ગંભીર બેદરકારી શું સરકારનાં ધ્યાને નથી આવતી ? બેંકોનાં એ.ટી.એમ. પર કોઈ જાતની સેનેટાઈઝર મૂકવામાં આવ્યા નથી તો તંત્ર દ્વારા બેંકો પાસેથી દંડ વસૂલવામાં આવશે કે કેમ ? ટે તો આગામી સમયમાં જોવું રહ્યું ? પરંતુ રાજપીપળાનાં એ.ટી.એમ. પર કોઈ જાતની સેનેટાઈઝરની વ્યવસ્થા ન હોવાના કારણે રાજપીપળામાં લોકલ સંક્રમણ વધવાની શકયતા સેવાઇ રહી છે તેવું અહીંનાં રહીશોએ જણાવ્યુ છે.
રાજપીપળા : ભોળી પ્રજા પાસે દંડ ઉધરાવતું તંત્ર શું બેંકોને દંડ ફટકારશે ?… જાણો વધુ.
Advertisement