નાંદોદ મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રમાં ચાર દિવસથી નેટવર્કની તકલીફનાં કારણે ઓનલાઈન સેવા ઠપ થઈ ગઈ હોવાથી તાલુકામાંથી આવતા હજારો અરજદારો વીલા મોઢે પરત ફરી રહ્યા છે.
રાજપીપળા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ઉપર સરકારી કામ અર્થે અલગ અલગ દાખલા કે નકલો લેવા આવતા રોજના હજારો અરજદારો ઓનલાઇન સેવા બંધ હોવાના કારણે ચાર દિવસથી ધક્કા ખાઈ પરત ફરતા જોવા મળ્યા હોય એ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા સેવા ક્યારે શરૂ થશે એ માટે કોઈ ચોક્કસ દિવસ પણ ન જાણવા મળતા દૂરદૂરનાં ગામડાઓમાંથી આવતા લાભાર્થીઓ રોજ સમય, ભાડું બગાડી કચેરીના ધક્કા ખાઈ પરત જઈ રહ્યા હોય સરકારે દરેક બાબત ઓનલાઈન કરી છતાં વારંવારના આવા ધાંધિયાના કારણે લોકોના કામ ટલ્લે ચઢી રહ્યા છે માટે સરકાર બેન્કો, સરકારી કચેરીઓ સહિતની ઓનલાઈન સિસ્ટમમાં બદલાવ લાવે અથવા બંધ કરી અગાઉની જેમ મેન્યુઅલી કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી