Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આગામી 31 ઓકટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે.

Share

એકતા પરેડને પગલે આવનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને 32 સમિતિની રચના કરવામાં આવી, કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે સુચારૂ વ્યવસ્થા અને સંકલન માટે સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં ખાસ સંકલન સમિતિ, પાદપૂજા સમિતિ, પરેડ કલચર સમિતિ, સ્ટેજ ઇવેન્ટ સમિતિ વગેરે જેવી સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. આ સમિતિની રચના કાર્યક્રમ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે જેમાં આ વખતે કોરોના સંક્રમણને કારણે આ ઉજવણી મર્યાદિત ઉપસ્થિતો વચ્ચે થઇ શકે છે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે એ ઉલ્લેખનીય છે કે ,પી.એમ મોદી સી પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયા પહોંચશે અને તેઓ આ સી પ્લેનનું પણ ઉદઘાટન કરવાના છે. જે બાદ સી પ્લેન સેવા સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકાશે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

સુરતમાં મેટ્રોની કામગીરી કરતાં યુવકને કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ProudOfGujarat

મહાગુજરાત લડતમા શહિદો ની યાદ માં વિરમગામ શહેરમાં બનાવેલ ‘શહિદ બાગ ‘ ખૂદ શહિદી ના આરે !!! તંત્રની ઘોર ઉપેક્ષા અને દબાણકર્તા ને લીઘે બાગ બન્યો બિસ્માર

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના રૂંઢ ચોકડીથી નરખડી ચોકડીની વચ્ચે આવેલ જન મહારાજના મંદિરના મૂર્તિની તોડફોડથી ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!