Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જંગલ જમીનની સનદ ધરાવતા દેડીયાપાડાનાં ખેડૂતોને રેવેન્યુમાં સમાવી સરકારી લાભો મળે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

દેડીયાપાડા તાલુકાના જંગલ ખાતાના સનદ ધરાવતા ખેડૂતોને સરકારના લાભ મળે તેવી રજૂઆત સાથે તાલુકાના ખેડૂતો તેમજ સરપંચ પરિષદ દક્ષિણ ઝોન ગુજરાતના પ્રમુખ નિરંજનભાઈ વસાવાના નેજા હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધતું એક આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવ્યું છે કે દેડીયાપાડા તાલુકાના ૮ ગામના ખેડૂતો વર્ષોથી જંગલની જમીનો ખેડતા આવ્યા છે અને પાક લેતા આવ્યા છે તેઓ પાસે જંગલની સનદ હોવા છતાં તેમને સરકારના લાભો મળતા નથી જેથી આ ખેડૂતોની માંગ છે કે તેમને રેવન્યુમાં સમાવવામાં આવે માટે સરકારના તમામ લાભો મળે તેવી રજૂઆત કરી હતી, ઉપરાંત આવનાર સમયમાં જો તેમની આ માંગ નહીં સંતોષાય તો આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચમાં એસ.ટી ડેપોના નવીનીકરણ પાછળથી નીકળતો રસ્તો જોખમ સમાન બન્યો, મોટા વાહન પસાર થશે તો સ્થાનિકોને અકસ્માતનું જોખમ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિશ્વ મહિલા દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!