નર્મદા જિલ્લામાં આંગણવાડી વર્કરોની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ સાથે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરાઈ છે. આવેદનમાં જણાવ્યું હતું કે તા. ૧૪/૦૮/૨૦૨૦ ના રોજ સામાયિક પત્રમાં જીલ્લામાં ૬૦ જેટલા આંગણવાડી વર્કરની ભરતી જાહેર કરવામાં આવી હતી જેમાં ૩૧ ઓગષ્ટ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રીયા થઇ ત્યરબાદ ૧૮ સપ્ટેમ્બર ના રોજ તમામ ઉમેદવારોને ઓરીજીનલ ડોક્યુમેન્ટસ લઈને વેરીફીકેશન માટે બોલાવામાં આવ્યા હતા જેમાં વ્હાલા દાહલા નીતિ અપનાવી આંગણવાડી મહિલા વર્કરોને સિલેકટે કરવામાં આવ્યા જ્યારે ખરેખર લાયક ઉમેદવાર હતા અમને કોઈને કોઈ ક્ષતિ કાઢી રિજેક્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે ઉપરાંત જણાવાયું છે કે જેમણે ડીશક્વોલિફાઇડ કર્યા છે એ તમામ ઉમેદવાર ગ્રેજ્યુએટ તથા માસ્ટર ડીગ્રી ધરાવતા હતા તદઉપરાંત ઉમેદવારોને જરૂરી આધાર પુરાવા લઇને જિલ્લા પંચાયત કચેરી પર હાજર રહેવા કીધુ હતુ પણ ત્યાં ગયા બાદ ડોક્યુમેન્ટમાં ક્ષતિ છે એવા અયોગ્ય જવાબ આપી પાછા રવાના કરી દીધા તો પછી ત્યાં બોલાવવાનો શુ મતલબ ? ઉપરોક્ત બાબત અનુસંધાને આપણા જિલ્લાના અન્યાય થયેલ તમામ ઉમેદવારોને ન્યાય મળે અને તેમની કારકિર્દી પર પૂર્ણવિરામ ન લાગે એ બાબતે યોગ્ય પગલાં લેવા રજુઆત કરાઈ છે
રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજપીપળા : નર્મદા જિલ્લામાં આંગણવાડી વર્કરોની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો યુથ કોંગ્રેસનો આક્ષેપ : જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.
Advertisement