કેન્દ્ર સરકારના કરારી વટ હુકુમનાં કાયદાના વિરોધમાં આજે નાંદોદ-નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા આ બિલ પાછું લેવા માટે રાજપીપળા સફેદ ટાવર પાસે મસાલ રેલી કરી વિરોધ પ્રદર્શન કરાયું અને આ બિલ પાછું ખેંચવાની માંગણી કરી. નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા ખેડુત વિરોધી બિલ જે ભાજપ સરકાર દ્વારા સત્તાના જોરે પાસ કરી ખેડુતોને પાયમાલ કરવાનો ધંધો કર્યો છે જેના વિરોધમાં મોદી સરકાર સામે ઉગ્ર માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ નિકુંજભાઈ પટેલ, નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા તથા નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા, નર્મદા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર, સોશિયલ મીડિયા જિલ્લા પ્રમુખ અમિતભાઈ વસાવા તથા જિલ્લા મહામંત્રી અમિતભાઈ માલી તથા નાંદોદ મહામંત્રી રજનીશભાઈ તડવી તથા મેહુલ ભાઈ પરમાર તથા જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ નિકુંજભાઈ વસાવા તથા યુથ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.
આ બાબતે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવાએ જણાવ્યું છે કે ભાજપ સરકરે તાનાશાહી કરી ખેડૂત વિરોધી બિલ પાસ કર્યું છે નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા સત્તાના જોરે ખેડૂત વિરોધી બિલ પાસ કર્યું છે જે ખેડૂતોનાં હાથના કાંડા કાપી લીધા બરાબર છે. ખેડૂતના હાથના કાંડા કાપવા મતલબ દેશના કાંડા કાપવા બરાબર છે, ભાજપ સરકાર નોટબંધીમાં ફેલ, GST માં ફેલ, લોકડાઉનમાં ફેલ અને આ ખેડૂત બિલ મુદ્દે પણ ફેલ છે તેમને આર્થિક તંત્રમાં કોઈ જ્ઞાન નથી જો આ બિલ પાછું નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આરીફ જી કુરેશી : રાજપીપળા