Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાની કોમી એકતાનું પ્રતીક સમાન નિઝામશાહ દરગાહનો વિકાસ ક્યારે ??? ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ થતા શ્રદ્ધાળુઓમાં રોષ.

Share

રાજપીપળાની મધ્યમાં આવેલી વર્ષો પુરાણી ઐતિહાસિક હઝરત નિઝામશાહ બાબાની દરગાહને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે શ્રદ્ધાળુઓની માંગ ઉઠી છે ત્યારે આગેવાનોની રજૂઆતોના પગલે નર્મદા જિલ્લા સંકલન સમિતિમાં આ બાબતે ચર્ચા બાદ હઝરત નિઝામ શાહ નાંદોદ ( ર.અ ) ની દરગાહના વિકાસ કરવા માટે સંકલ સમિતિની બેઠકમાં સર્વ સંમતિથી મંજુર થયા બાદ નર્મદા જિલ્લા કલેકટર દ્વારા આ બાબતેની દરખાસ્ત સચિવ શ્રી ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડને મોકલી આપવામાં આવી હતી. પરંતુ આ બાબતે સરકારમાંથી હજુ સુધી કોઈ કોઈ કાર્યવાહી ન થતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે સરકાર વહેલી તકે આ બાબતે કાર્યવાહી કરી ઐતિહાસિક દરગાહના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવે તેવી માંગ ઉઠવા પામી છે.

હાલ જ્યારે નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની આઠમી અજાયબી તરીકે નામના મેળવી ચૂક્યું છે ત્યારે સરકાર દ્વારા રાજપીપળા સહિત નર્મદા જિલ્લાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યુ છે. ઉપરાંત કેવડીયા સહિત આસપાસના વિસ્તારને એકતા નગરી તરીકે નામ આપવામાં આવ્યું છે ત્યારે રાજપીપળામાં આવેલી હઝરત નિઝામશાહ નંદોદી (ર.અ) ની દરગાહ કે જે સર્વ ધર્મ માટે એકતાનું પ્રતિક સમાન છે તેનો વિકાસ ક્યારે થશે ? તેવી લોક ચર્ચાએ જોર પકડયું છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

રાજપારડી ગામે ગટર પહોળી બનાવવાની કામગીરી.

ProudOfGujarat

ભરૂચમાં બીટીપી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરાતા સાંસદ એ ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાનાં કુડાદરા ગામે સહકાર રમત ગમત યુવા મંત્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!