Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નજીકનાં ભદામ ગામની કરજણ નદીમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણીમાં લાપતા.

Share

રાજપીપળા નજીક આવેલા ભદામ ગામની કરજણ નદીમાં આજે બપોરે નાહવા પડેલા પાંચ જેવા નાના બાળકો પૈકી બે બાળકો નદીના પાણીમાં ડૂબી ગયા હોય રાજપીપળા નગર પાલિકાની ફાયર ફાઇટર ટિમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી રહી છે.

નાહવા પડેલા પાંચ બાળકો પૈકી બે પાણીમાં ડૂબતા જ બાકીના બે ડરના માર્યા ચાલ્યા ગયા હતા જ્યારે અન્ય એક બાળક રેસ્ક્યુ ટિમને જાણકારી આપી રહ્યો છે. આમ પણ સાંજે પડી જતા અંધારાના કારણે ફાયર ટિમને રેસ્ક્યુ કરવામાં તકલીફ પડી રહી છે છતાં પાલિકાના ફાયર ફાયટરો હાલ ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી કરી રહયા છે. જોકે હજુ સુધી ડૂબેલા બે બાળકોની કોઈ ભાળ મળી નથી ઘટના સ્થળે ગ્રામજનોના ટોળાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.બાળકોના પરિવારજનો ત્યાં આક્રંદ કરતા નજરે પડ્યા હતા.

રિપોર્ટર. આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ગુંડેચા નજીક હાઇવા ટ્રકે ફોર વ્હિલ ગાડીને ટક્કર મારતા એક ઇસમને ઇજા

ProudOfGujarat

આંગડીયા પેઢીના કર્મચારીને મારમારી દોઢ કરોડના ઘરેણાં અને રોકડની લૂંટ નાં પ્રકરણમાં આરોપીની ધરપકડ.

ProudOfGujarat

મેડિકલ ક્ષેત્રે M.D, M.B.B.B.S. પદવી મેળવી ઇખર ગામનું નામ રોશન કરતી અઝીઝા બાનુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!