નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લામાં શનિવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં રાજપૂત ફળિયું ૦૩, મોટા માછીવાડ ૦૧, વડિયા પેલેસ ૦૧, આદિત્ય ૦૧, રાજેન્દ્રનગર સોસા. ૦૧, નાંદોદના ગોપાલપરા ૦૧, પ્રતાપનગર ૦૨, વડિયા ૦૧, ગરુડેશ્વરના સંજરોલીમાં ૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૨ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૨૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૭ દર્દી દાખલ છે. આજે ૦૬ દર્દી સાજા થતા રજા અપાઈ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૯૪ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૮૫૫ પર પહોચ્યો છે. આજે વધુ ૪૮૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી