સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ પહેલા ગુજરાત સરકારે 13 ગામના અસરગ્રસ્તોને આપ્યું રાહત પેકેજ,1962માં ગયેલી જમીનોની સહાય 58 વર્ષે સહાય મળશે.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)સરોવર નર્મદા બંધમાં ડૂબમાં ગયેલ 19 ગામોના લોકોને તો સરકારે વિવિધ વસાહતોમાં સમાવી લીધા પણ જે બંધની આગળ આવતા 6 ગામો કેવડિયા,વાગડીયા,નવાગામ,લીમડી,ગોરા,કોઠી આ ગામના લોકો વર્ષોથી સહાય માટે અનેક માંગણીઓ કરી ઉપવાસ આંદોલન કર્યા હતા.પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પેહલા આ ગામના લોકોને રાહત પેકેજ સરકારે જાહેર કરી દિવાળીની ભેટ આપી છે.આ સાથે વિયાર કમ કોઝવેમાં જમીનો ગઈ હતી ઇન્દ્રવર્ણા,નાનાપીપરિયા,મોટાપીપરિયા,વસંતપુરા,ગભાણા,વાગડીયા,કેવડિયા આ 7 ગામો મલી કુલ 13 ગામોના 178 પરિવારોની જમીનો સામે જમીનો અથવા હેકટર દીઠ 7.50 લાખ અને રહેણાંકના પ્લોટ સામે પ્લોટ અને આ 178 પરિવારોના શિક્ષિત અને યુવાનો માટે ધંધો રોજગાર માટે 5 લાખ રૂપિયા રોકડા,ઘરવખરી અને અન્ય માલસામાન ખસેડવા પરિવહન ખર્ચ,આપવાની જાહેરાત કરી છે.જેથી આ 13 ગામના લોકોમાં હર્ષની લાગણી છવાઈ છે.આ 13 ગામના લોકોની મોટાભાગની ખેતીની જમીન ડૂબમાં જતી હતી એમને આ લાભો મળ્યા છે.નર્મદા અસરગ્રસ્તોને 1962માં સંપાદિત થયેલી જમીનના બદલામાં 58 વર્ષે સહાય મળશે.રસ્તા પૈકીની જગ્યાના અસરગ્રસ્તોને નાંદોદ તાલુકાના વાગડીયા વાઘોડિયા ગામે વસાવવામાં આવશે સાથે સાથે 1200 એકર ખેતીની જમીનો કરજણ યોજના અને નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં અપાશે.આ તમામ માહિતી નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ કેવડિયા ખાતે છોટાઉદેપુર સાંસદ રામસિંગભાઈ રાઠવા,જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા,માજી મંત્રી શબ્દશરણ તડવી અને અસરગ્રસ્તોનાં પ્રતિનિધિઓ હાજરીમાં આપી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ તમામ માંગણીઓ અંગે સોમવારે મોડી રાત્રે મુખ્યમંત્રીની હાજરીમાં ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી કરાઈ હતી.
તો આ મામલે બેઠકમાં હાજર નર્મદા બંધ અસરગ્રસ્ત સમાજ સેવા મંડળ પ્રમુખ જીકુ તડવીએ જણાવ્યું હતું કે અમે વિકાસ માટે જમીનો આપી છે તો વિકાસ થવો જ જોઈએ.સ્ટેચ્યુ ઓફ યુનિટી યોજનાની શરૂઆતમાં વિરોધ કેમ કોઈએ ન કર્યો અને હવે 1 વર્ષ બાદ 182 મીટર ઊંચી પ્રતિમા બની ગઈ ત્યારે જ વિરોધ શા માટે.નર્મદા અસરગ્રસ્ત વસાહતોના સંગઠનને કોઈનો વિરોધ નથી,પૂતળા બાળવાથી લાભ નથી મળવાના.કેટલાક લોકો ગાંધીજીના માર્ગનું નામ વટાવે છે.31મી ઓક્ટોબરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં અમે નથી જોડાવાના અમે બંધનું એલાન નથી આપ્યું,જે અમુક લોકો અમારા સંગઠન માંથી નીકળી ગયા છે એ લોકો જ વિરોધ કરે છે.થોડા લોકો પોતાનો રાજકીય રોટલો શેકવા અમારા અમુક આગેવાનોને ખભે બંદૂક મૂકે છે,ભલે સરકારે અમારી માંગણીઓ થોડી મોડી સ્વીકારી પણ અમને સરકારની આ ફોર્મ્યુલાથી સંતોષ છે.