Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ડેપોમાં એક મહિલા સાથે ચાલુ એસ.ટી બસે અડપલા કરનાર યુવાનની પિટાઇ.

Share

રાજપીપળા એસ.ટી ડેપોમાં શુક્રવારે સાંજે મારામારીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં જાણવા મળ્યા મુજબ વડોદરાથી રાજપીપળા આવતી બસમાં બેઠેલી એક મહિલા સાથે અજાણ્યો યુવાન ચાલુ બસે અડપલા કરતો હોય ગભરાય ગયેલી મહિલાએ રાજપીપળા નજીક બસ આવતા તેના સંબંધીને ટેલિફોનિક જાણ કરતા ડેપોમાં બસ ઉભી રહ્યા બાદ અડપલાં કરનાર યુવાન નીચે ઉતરતા જ મહિલાએ બોલાવેલા વ્યક્તિએ આ યુવાનની જાહેરમાં પિટાઇ શરૂ કરતાં યુવાન મહિલાના પગે પડી માર નહિ મારવા આજીજી કરતો રહ્યો પરંતુ ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ ઉપરાચાપરી લપડાકો મારતા લોકટોળા એકઠાં થયા બાદ આખરે આ યુવાનને જતો કર્યો હતો. આવી ઘટના બાદ એસ.ટી ડેપોમાં હંમેશ માટે પોલીસ પોઇન્ટ મુકવો જરૂરી જણાય છે.

રાજપીપળા આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

ભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થીઓ ને ઉતરાણ પર્વ નિમિત્તે પતંગ દોરી નું વિતરણ કરાયું હતું

ProudOfGujarat

ઝઘડીયા : કોરોના સંક્રમણને લઇને રાજપારડીનાં બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!