Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : કેવડિયામાં વધુ ૦૩ સહિત નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં સોમવારે નવા ૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં ટેકરા પો.લાઈન ૦૧, દોલત બજાર ૦૧, નાંદોદના ધમણાચા ૦૧, ગરુડેશ્વરના કેવડિયા કોલોની ૦૩ અને તિલકવાળા કસુંદર ૦૧, વજેરિયા ૦૨ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૩૨ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૭ દર્દીઓ દાખલ છે. આજે ૧૨ દર્દી સાજા થતા રજા અપાઈ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૫૮ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૭૪૪ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

ભરૂચમાં મહિન્દ્રા કંપનીના શોરૂમ માંથી રૂપિયા 5 લાખની મત્તા ઉસેડી જનાર સીસીટીવી માં કેદ

ProudOfGujarat

ભાવનગર શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિનપ્રતિદીન વધતુ જતુ હોવાનું દ્રશ્યમાન થાય છે

ProudOfGujarat

રાજપીપળા : ખોપી ગામના તમામ ઘરોને પાણી મળે તે માટે પાણી પુરવઠા તથા વાસ્મો વિભાગની આયોજનબદ્ધ કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!