રાજવી નગરી રાજપીપળાનાં પ્રવેશદ્વાર પર આવેલા વિજયસિંહજી મહારાજનું કાળા ઘોડાનું સ્મારક ઘણા મહિનાઓથી એકદમ જર્જરિત હાલતમાં છે આસપાસની બોર્ડર તૂટી પડી છે, અંદર મસમોટું ઘાસ ઉગી નીકળ્યું છે છતાં શહેરની શાન ગણાતા આ સ્મારકને જાણે પાલિકા તંત્ર ભૂલી જ ગયુ હોય એમ ત્યાં કોઈ મરામત કરાતી નથી, ત્યારે અન્ય નવા વિકાસના કામો માટે દોડતા પાલિકાના સત્તાધિશોને જાણે નવા કામોમાં જ રસ છે તેવી બુમો ઉઠી છે. વડોદરા, અંકલેશ્વર તરફથી રાજપીપળામાં આવતા વાહનો માટેના મુખ્ય પ્રવેશદ્વાર પર જ આવેલા કાળા ઘોડાના નામથી પ્રસિદ્ધ રાજા વિજયસિંહજી મહારાજના આ સ્મારકની આસપાસની બોર્ડર એક ટ્રક ચાલકે અકસ્માતમાં તોડી નાંખ્યાને દસેક મહિના જેવો સમય થયો છતાં પાલીકાના મુખ્ય અધિકારીએ તેની મરામત કરાવી નથી અને આમ જ શહેરના આવા ઐતિહાસિક સ્મારકો આવનારી પેઢી માટે એક સ્વપ્નું બનીને રહી જશે
ત્યારે આપણી આવનારી પેઢી આવા સ્મારકો માત્ર ચિત્રોમાં જ જોશે તેમ તંત્રની આવી લાકાયાવાડી પરથી જણાઇ રહ્યું છે. આ બાબતે શહેરના એક જાગૃત યુવા નાગરીક યોગેન્દ્રસિંહ મોર્યએ જણાવ્યું કે રાજપીપળાના પ્રવેશ પર આવેલું વિજયસિંહ રાજાનું સ્ટેચ્યુ કે જે વિજય ચોક તરીકે ઓળખય છે એ આજે ખૂબ જર્જરિત હાલતમાં છે પાલિકા તંત્રને બીજા બધા વિકાસના કામો દેખાય છે તો આ સ્ટેચ્યુ કેમ નથી દેખાતું…?જો દેખાતું હોય તો તેને વહેલી તકે રીપેર કરાવે તેવી તેમણે માંગ કરી છે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા