Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૭૨૧ એ પહોંચ્યો.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં શનિવારે નવા ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં પાઈગા પો.લાઈન ૦૧, હાઉસિંગ બોર્ડ ૦૧, નાંદોદના કરાઠા ૦૧ વરખડ ૦૧, અમલેથા ૦૨ ગરુડેશ્વરના કેવડિયા કોલોની ૦૨, ડેડીયાપાડામાં સોલિયા ૦૧, ડેડીયાપાડા પો.લાઈન ૦૧ અને સાગબારાના સેલંબા ૦૧, સાથે નર્મદા જિલ્લામાં કુલ ૧૧ દર્દી પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૩૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૮ દર્દીઓ દાખલ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૩૯ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૭૨૧ પર પહોચ્યો છે. આજે વધુ ૪૮૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં ટાયગર ગ્રુપે એવું કાર્ય કર્યું કે વૃધ્ધાની આંખો છલકાઈ આવી.વાંચો એહવાલ…

ProudOfGujarat

સુરતના રામપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં ગોળીબારની ઘટના સામેં આવી હતી, આઘટના માં હુમલાખોરને જ પગે ગોળી લગતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ProudOfGujarat

ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર લોકડાઉન બાદ પહેલી વખત ટ્રાફિક જામ થતાં ચર્ચામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!