નર્મદા ડેમ અને કરજણ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા નર્મદા કાંઠે આવેલા ગામો અને ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવા નો વારો આવ્યો છે એવા અસરગ્રસ્તોને મુલાકાત માટે છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવા અને કુંવરપરાનાં સરપંચ નિરંજન વસાવાએ મુલાકાત લીધી. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં આવેલ નર્મદા ડેમ અને કરજણ ડેમમાં ઉપરવાસમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડવાથી નર્મદા ડેમ તેમજ કરજણ ડેમમાં પાણી છોડવાથી નાંદોદ, ગરુડેશ્વર, તીલકવાડામાં નદી કાંઠાના ગામોના ખેડૂતોનો લાખો કરોડો રૂપિયાનો પાક નષ્ટ થયો છે. તેમજ ગ્રામજનો અને મંદિરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તો છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને હજરપરા, ભચરવાડા, ધાનપોર, શહેરાવ જેવા ગામોની મુલાકાત લીધી અને દરેક ખેડૂત મિત્રોને સરકારશ્રી તરફથી યોગ્ય વળતર મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના હોદેદારશ્રીઓ અને અધિકારીશ્રીઓ જોડે રૂબરૂ સ્થળ પર જઇ અને ખેડૂતો અને ગ્રામજનોની વેદના સાંભળી અને દરેક લાભાર્થીઓને યોગ્ય વળતર મળી રહે એ માટે તમામ ખેડૂત મિત્રોને ખાતરી આપી.
રિપોર્ટર આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
રાજપીપળા : નર્મદા ડેમ અને કરજણ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા ખેડૂતોને ઉભા પાકોમાં નુકસાન થતા છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી.
Advertisement