Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પહોંચ્યો.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના આદિત્યમાં ૦૧, નાંદોદના ઓરી ૦૧, કુમસગામ ૦૧ અને ગરુડેશ્વરના કેવડિયા કોલોની ૦૨, ઝરીયા ૦૧, તિલકવાળા નલગામ ૦૧ અને ડેડીયાપાડાના ગાજરગોટા ૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૧૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૨૧ દર્દીઓ દાખલ છે. આજે સાજા થયેલ ૩૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૬૭૧ પર પહોંચ્યો છે.આજે વધુ ૩૨૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના, બારગઢમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ProudOfGujarat

તાલુકા પોલિસ સ્ટેશન અંકલેશ્વર રાત્રી દરમિયાન પાનોલી ગામ તરફ જવાના માર્ગ ઉપર થી બે વાહનો સહિત આરોપી ની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ની મળેલ સામાન્ય સભા ની મિનિટ્સ માં કેટલાક પ્રશ્ર્નો ની નોંધ કરવામાં ન આવતા વિપક્ષ ના સભ્યો એ ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!