હાલ નર્મદા બંધમાંથી ૮ લાખ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે જેથી નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થતા કાંઠા વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. આજે સવારે ગરુડેશ્વરના ગોરા પાસે આવેલ સુપ્રસિદ્ધ મહાદેવનું મંદિર પાણીના પ્રવાહમાં ધસી વહી ગયું હતું ત્યારે મંદિરના મહંત અને ભક્તો દ્વારા રંગ અવધૂત મહારાજની મૂર્તિ અને પાદુકા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને આ ઐતિહાસિક સ્થળની ખુદ દેશના વડાપ્રધાન પણ મુલાકાત લઈ ચુક્યા છે ત્યારે ભક્તોની માંગ છે કે સરકાર દ્વારા સુવ્યવસ્થિત પ્રોટેક્શન વોલ બનાવાય અને ઘાટના મજબૂત પગથિયાં બનાવાય જેથી આધ્યાત્મિક મંદિરોને નુકશાન ન થાય અને આવનાર દર્શનાર્થીઓને તકલીફ ન પડે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
Advertisement