Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભાણદ્રા ચોકડી પાસે જુગાર રમતા પાંચ જુગરિયાઓને ૧.૬૧ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ.

Share

હિમકર સિંક પોલીસ અધીક્ષક નર્મદાનાની સુચના તેમજ ના.પો.અધિ વાણી દુધાતની દોરવણી હેઠળ પ્રોહી/જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન મળતા સર્કલ પોલીસ ઇન્સ.ડી.બી.શુક્લના સુપરવિઝન હેઠળ એ. એસ.વસાવા પોલીસ સબ ઇન્સ. સાથે પોલીસ માણસો નાઈટ સાઉન્ડમાં હતા તે દરમ્યાન બાતમી મળતા ભાણદ્રા ચોકડીથી આગળ રસ્તા ઉપર આવેલ ખાતરના ડેપો પાસે જાહેરમાં એક ફોર વ્હીલ ગાડીમાં ગાડીની લાઈટ ચાલુ કરી અંદર કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે રેઈડ કરતા પકડાયેલ વ્યક્તિઓમાં(૧) દિગન ભરતભાઈ પટેલ, રહે. કેવડીયા કેટેગરી સી રૂ૫ને ૨૨/૧૨૯, (૨) જગદીશભાઈ ભગુભાઈ તડવી રહે. ભાણદ્રા તા. ગરૂડેશ્વર, (3) અલકેશભાઈ મેશુ ભાઈ તડવી રહે. સાંકવા તા.ગરુડેશ્વર,(૪) હિરેન રાજુભાઈ સીપ્પી રહે,કેવડીયા મેઈન બજાર તા.ગરૂડેશ્વર (૫) વિજય ભાઈ મહેશભાઈ વસાવા રહે, નવા વાધપુર તા,નાંદોદની અંગ ઝડતીમાંથી ૫૮૧૦/-તથા દાવ ઉપરના ૬,૭૦૦/-મળી કુલ રૂ.૧૨, ૫૧૦/-તથા મોબાઇલ નંગ ૦૪ જેની કિ.રૂ ૮૫00/-તથા એક.મો.સા.એક એકટીવા તેમજ એક ફોર વ્હીલ ગાડી જેની કિ.રૂ ૧,૪૦,૦૦૦/-મળી કુલ રૂ.૧,૬૧,૦૧૦/- નો મુદામાલ કબજે કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : રંગપુર પોલીસે રૂ.12.68 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો.

ProudOfGujarat

GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા વાસના ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!