Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા શહેરમાં પાંચ મહિનાથી રીક્ષા ચાલકોની આર્થિક હાલત ખરાબ : સરકાર સહાય કરે તેવી માંગ.

Share

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે લોકોને ખૂબ મોટી તકલીફમાં મૂકી દીધા છે,પાંચેક મહિનાનાં આ સમય દરમિયાન ધંધા રોજગાર પર પણ બહુ મોટી અસર પડી છે, લોકડાઉનમાં તો દરેકનાં ધંધા બંધ હતા પરંતુ હાલ અમુક છૂટછાટ મળતા ફરી લોકો રોજગારી મેળવી રહ્યા છે છતાં રીક્ષા ચાલકો સહીતનાં અમુક ધંધા પર હજુ ફટકો પડેલો જોવા મળી રહ્યો છે. જેમાં હાલ એકાદ મહિનાથી રાજપીપળા એસ.ટી ડેપોમાંથી અમુક બસો દોડતી થઈ છે. પરંતુ નિયમ મુજબના મુસાફરો હોવાથી રીક્ષા સ્ટેન્ડ ઉપર ભાડાની રાહ જોઈ ઉભા રહેતા રીક્ષા ચાલકોને આખા દિવસ દરમિયાન એકાદ જ ભાડું મળતા પેટ્રોલનો પણ ખર્ચ નીકળતો નથી. જેથી હાલ ઘણા સમયથી તેમની આર્થિક હાલત ખુબ જ ખરાબ છે. રાજપીપળા જેવા નાનકડા શહેરમાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરતા ગરીબ વ્યક્તિઓને હાલ ભારે તકલીફ માંથી પસાર થવું પડે છે અથવા વ્યાજે રૂપિયા લઈ પણ ગાડું ગબડાવવું પડતા તેમની આ ધંધો હવે ક્યારે ગતિ પકડશે અને ત્યાં સુધી પરિવારનું ભરણ પોષણ કેમ થશે તે માટે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા હોય સાથે સરકાર દ્વારા કોઇ સહાય મળે તેવી આશા પણ તે રાખી રહ્યા છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમા સામાન્ય સભામાં રાશનકાર્ડના કામમાં તથા આધારકાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

‘શિક્ષણ એ વિકાસનો પાયો છે અને શિક્ષણનું દાન સર્વ શ્રેષ્ઠ દાન છે

ProudOfGujarat

નડિયાદમાં વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!