નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે ભરાતા નાના કાકડીઆંબા ડેમ હાલમાં છલકાયો છે. (ઓવરફલો થયેલ છે) હાલમાં આ ડેમ ૨ સે. મી. ઓવરફલો છે તેમજ ૫૩.૦૦ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઈ છે. નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે નીચાણવાળા વિસ્તારવાળા ગામોને એલર્ટ પણ કરાયા હોવાની જાણકારી તેમણે આપી.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લ