સૌજન્ય/રાજપીપળા: નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે સરદાર સરોવર ડેમ નજીક લગભગ 137 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 3 સ્ટાર હોટલ જેનું નામ શ્રેષ્ઠ ભારત ભવન નામ આપવામાં આવ્યું છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ ભાગ છે, ત્યારે આગામી 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી મોટી 182 મીટર ઉંચી સરદાર વલ્લભ પટેલની પ્રતિમાના પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર જયંતી 2015માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કામગીરીનો આરંભ કરાવતા આ કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી કંપનીને મળ્યો હતો. અને આ પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂર્ણ કરવાનો હતો. પરંતુ આ કામ હજુ 70 ટકા જેટલું પૂર્ણ થયું છે, 31 મી ઓક્ટોબરના લોકાર્પણ કાર્યક્રમને માત્ર 11 દિવસ બાકી છે, ત્યારે આ 30 ટકા કામ પૂર્ણ થશે કે, કેમ એ તો બનવનાર કંપની જાણે બાકી હાલ ચાલતી કામગીરીમાં 24 કલાક કામ કરે તો પણ ઇન્ટીરિયલ ડેકરેશન હજુ 3 મહિનાનો સમય લે એટલું બાકી છે. માટે 31 ઓક્ટોબરે આ ભારત ભવન નહીં વીવીઆઇપીઓને કામ લાગે કે, નહીં સ્થાનિક આધિકારીઓને એ વાત ચોક્કસ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત શ્રેષ્ઠ ભારત ભવનની કામગીરી હજુ અધૂરી
છેલ્લા 4 વર્ષથી બની રહેલા સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમા હાલ તૈયાર છે, પરંતુ અંદરના મ્યુઝિયમને અન્ય કામગીરી બાકી છે જે યુદ્ધના ધોરણે ચાલુ છે પ્રતિમાના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોટી આ સ્ટેચ્યુની મુલાકાત લેશે. જે લિફ્ટમાં બેસી નજારો નિહાળશે, પરંતુ જોવું એ રાહ્યુ કે, 31 ઓક્ટોબર બાદ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ખુલ્લું મુકાશે કે, કેમ હજુ ઘણું બનવાનું બાકી છે એવી જ રીતે ભવન માત્ર ઈંટ પથ્થરની ઇમારત નહી, પરંતુ સરદાર પટેલના જીવન કવનની મલ્ટી મીડિયાની ઝાંખી, આઝાદીની લડતના ઐતિહાસિક પ્રકરણ, અભ્યાસ, અને સંસોધન કેન્દ્ર તેમજ રોજગારી નિર્માણ માટેના સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર જેવી બહુવિધ પ્રવૃત્તિઓ થી ધમધમતું કેન્દ્ર બનવાનું છે, જેની કોઈ તૈયારી હાલ નથી, ત્યારે સંપૂર્ણ બનાવામાં હજુ 6 મહિના જેવો સમય લાગશે, હાલ તો જેટલી જગ્યા પી.એમ નરેદ્ર મોદી મુલાકાત લેશે એ માર્ગ અને જગ્યાને તૈયાર કરવા તંત્ર યુદ્ધના ધોરણે લાગી ગયું છે.