Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ચાલુ વર્ષે ઓવરફલો થવાથી તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે સપાટી નોંધાઇ.

Share

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમ આજે તા. ૨૦ મી ઓગષ્ટ, ૨૦૨૦ ના રોજ સવારે ૯:00 કલાકે તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે ભરાતા ચોપડવાવ ડેમ હાલમાં છલકાયો છે.(ઓવરફલો થયેલ છે). હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને ડેમમાં ૧૫૦ કયુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઇ છે. નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વસાવા તરફથી વધુમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ચોપડવાવ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૧૨.૦૫ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી, ભવરીસવર, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ ૧૯ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

સુપ્રીમ કોર્ટની મંજુરી હોવા ઉપરાંત મોરબી-ભુજમાં ‘પદ્માવત’ થીયેટરોમાં રજુ થશે નહિ

ProudOfGujarat

જંબુસર તાલુકાના બારા વિભાગના બાકરપૂર ટીબી ગામે વરસાદની સાથે પવનનું જોર વધતાં ચાર મકાનોનાં છાપરા ઊડયાં કોઈ જાનહાનિ નહિ .

ProudOfGujarat

ડભોઈની વણાદરા વિનય મંદીર હાઇસ્કુલમાં આત્મનિર્ભર ભારત અભિયાનની યુવાનોને અપાઈ માહિતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!