Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ગ્રાહકોને જાગૃત અને શોષણ મુક્ત બનાવવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની નર્મદામાં સક્રિય ભૂમિકા.

Share

નર્મદા જિલ્લામા ગ્રાહકોને જાગૃત અને શોષણ મુક્ત બનાવવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા સક્રિય ભૂમિકા ભજવી રહયુ છે .જેમા સમાજમા કેન્દ્રબિંદુએ રહેલા છેતરાતા ગ્રાહકને જાગૃત કરવા ગ્રાહક પંચાયતના સદસ્યો દ્વારા સભ્ય નોંધણીની કામગીરી નર્મદામા ચાલી રહી છે. જેના ભાગરૂપે રાજપીપલા એપીએમસી ખાતે નર્મદા સુગરના ચેરમેન તેમજ દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલને ગ્રાહક પંચાયતની પરિચય પત્રિકા આપી દૂધધારા ડેરી ભરૂચની 10 બેઠકો બિનહરીફ કરવા બદલ તેમનુ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી .આ પ્રસંગે નર્મદા જિલ્લા સંયોજક પ્રવિણસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઈ રામી, સુજલભાઈ મિસ્ત્રી, દિપકભાઈ સોની, દીપકભાઈ જગતાપ, મહેશભાઈ ઋષિ, સુજલભાઈ મિસ્ત્રી વગેરેએ ઉપસ્થિત રહી પરિચય પત્રિકા વહેંચી ઘનશ્યામભાઈ પટેલનુ સન્માન કર્યુ હતુ .જિલ્લાના સંયોજક પ્રવિણસિંહ ગોહિલે ગ્રાહક જાગૃતી અંગે જણાવ્યુ હતુ કે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મૂળભૂત રીતે ગ્રાહક સજ્જ અને જાગૃત, સમજદાર અને સંગઠિત બને અને અંતે પુરો સમાજ શોષણમુક્ત બને એવા ધ્યેય સાથે નર્મદા મા કામ કરી રહી છે ગ્રાહકોની સમસ્યાના નિવારણ માટે જે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬નોકાયદો છે. તેની પાછળ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનો મોટો ફાળો છે. ગ્રાહક તરીકે આપણે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ સેવાઓની ખરીદીમાં સાવધાની રાખવી જોઈએ. જેમ કે વસ્તુ કે સેવા ખરીદીનું બિલ લઈએ, પૂરતુ વજનમાપ જોઈને ખરીદી કરીએ, ખાદ્ય ચીજોની બાબતમાં SSA નો માર્કો અને એક્સપાયરી ડેટ, યુઝ બીફોર ડેટ, એમ.આર.પી. વગેરેની ચકાસણી કરવા અનુરોધ કરી કોઈપણ સમસ્યા ઉભી થાય, તો ગ્રાહકને વળતર માટે મદદરુપ થશે એમ જણાવ્યુ હતુ. સદસ્ય તરીકે જોડાયેલા દીપક જગતાપ અને જ્યોતિબેન જગતાપે આ સંસ્થામા જોડાઈ ને નર્મદામા છેતરાતા ગ્રાહક ને જાગૃત કરવા યોગ્ય માર્ગદર્શન આપવા તત્પર રહેવા જણાવ્યુ હતુ .અને વધુમા વધુ લોકોને સદસ્ય બનવા જા પ્રજ્ઞેશભાઈ રામી અને સુજલભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ હતુ કે આજે ગ્રાહક અસંગઠિત હોવાને લીધે જે સમસ્યાઓથી પિડાય છે, તેમાં છાપેલ ભાવ કરતા વધુ ભાવ લેવા, બ્રાન્ડેડ વસ્તુઓની નકલ કરીને નકલી માલ ગ્રાહકોને પધરાવી દેવો, બિલમાં લખેલ તોલ માપ પ્રમાણે વજન ના આપવું. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને નકલી વસ્તુઓ પધરાવી દેવી, ટી.વી. ફ્રીજ ખરીદ્યા પછી ખામી જણાય તો રીપેર ના કરી આપવા અથવા તો ગેરંટી કે વોરન્ટીનું પાલન ના કરવું. આ ઉપરાંત તાજેતરમાં બેંક તથા ઈસ્યોરન્સ કંપનીઓ વિગેરે વિક્રેતાઓ દ્વારા ખોટી જાહેરાતો કરીને વસ્તુઓ વેચવી તેમજ ગ્રાહકની જાણ વિના જુદા જુદા ચાર્જ તેમના ખાતામાંથી વસુલ કરવા કે લોનના ખાતામાં ઉધારમાં વધારી દેવા વગેરે મુખ્ય સમસ્યાઓ છે. ઓન-લાઈન ખરીદી અને ઈન્ટરનેટ ચુકવણી દ્વારા મોટા પ્રમાણમાં આજકાલ છેતરપિંડી થઈ રહી છે તે આવા કિસ્સામાં ગ્રાહક પંચાયત મદદરૂપ થશે એમ જણાવ્યુ હતુ. ગ્રાહકોને પરેશાન કરતી જુદી સેવાઓ, જેવી કે, નગરપાલીકા, મ્યુનિ.કોર્પોરેશન, વીજળી કંપની, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ શાળા/કોલેજો, હોસ્પિટલો, વીમા કંપનીઓ, બેન્કો, ટેલિફોન સેવાઓ, LPG/PNG ગેસ સેવાઓમાં ખામીઓ સામે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અ.ભા.ગ્રા. પંચાયત કાર્યરતહોવાનુજણાવી ગ્રાહક પંચાયતનો સંપર્ક કરવા અનુરોધ કરાયો હતો.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1379 પર પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વરઃ રામકૂંડમાંથી તરતી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

ગુજરાતમાં આશા બહેનોની કામગીરી દિવસ 30 પગારનું ચૂકવણું દિવસ 24 : આશા બહેનોના પ્રશ્નોની રજૂઆત કરતા સાજેદ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!