નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક હોટેલમાં મધ્ય ગુજરાતના યુવા યુવતીઓ માટે મેનહુડ ઇવેન્ટ તરફથી મોડલિંગ શો યોજાયો હતો. જેમાં ઉત્સાહિત મોડેલ મોટી સંખ્યામાં છોકરા છોકરીઓએ પાર્ટીસીપેટ કર્યું હતું. જેમાં નર્મદા, ભરૂચ અને વાલિયામાંથી પણ મોડલિંગમાં રસ ધરાવતા છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો અને પોતાનું કિસ્મત આજમાવ્યું હતું. જેમાં દસ જેટલા છોકરા છોકરીઓની કિસ્મત જોર કર્યું હતું અને તેમાં ડિમ્પલ રાજપૂત, જીયા રાવલ, ઉર્વશી પટેલ અને ભયલું પટેલ, ભૂમિ વસાવા સહિતના દસની આગામી ડિસેમ્બર મહિનામાં સુરત, કોસંબા જેવા અલગ અલગ શહેરોમાં પાર્ટીસીપેટ માટે જવું પડશે. જેમાં પાર્ટીસીપેટ કરનાર ઘણા છોકરા છોકરીઓના જણાવ્યા પ્રમાણે તેવો કોઈ પણ જાતના કલાસ કર્યા વગર યુટ્યૂબ વિડીઓના માધ્યમથી પ્રેકટીસ કરી હતી અને આવનારા દિવસોમાં આનાથી સારું પર્ફોમન્સ કરી નર્મદા જિલ્લાનું નામ રોશન કરશું તેવા જુસ્સા સાથે હવે અત્યારથી જ મેહનત ચાલુ કરી દીધી છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય તેવામાં મનહુડ ઇવેન્ટ દ્વારા સોશીયલ ડિસ્ટન્સ સેનિટાઈઝર સરકારની તમામ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ ઉત્સુક ઉમેદવારો ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને મેનહુન્ડ ઇવેન્ટસનો આભાર માન્યો હતો.
મોન્ટુ શેખ, રાજપીપળા
નર્મદા જિલ્લાનાં રાજપીપળામાં આઝાદીનાં વર્ષો પછી પહેલી વખત મેનહુડ ઇવેન્ટ તરફથી મોડેલિંગ શો યોજાયો.
Advertisement