Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા પાલિકાનાં વાયરમેન સુરક્ષા સાધન વિના કામ કરતા હતા ત્યારે થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી.

Share

રાજપીપળા નગર પાલિકામાં કામ કરતા વાયરમેનોને કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો નહિ આપતા જીવના જોખમે આ હંગામી કર્મચારીઓ કામ કરી રહ્યા હોય ગત મંગળવારે પાલીકા પ્રમુખના વોર્ડ ભાટવાડા વિસ્તારમાં વિજયભાઈ વસાવા નામના વાયરમેન પણ કોઈ સુરક્ષા સાધનો વિના થાંભલા પર ચઢી કામ કરતા હતા ત્યાંથી કરંટ લાગતા તે નીચે પટકાતા નીચે પડેલા પથ્થર પર તેમનું માથું પટકાયું જેમાં તેમને માથામાં ગંભીર ઇજા થઇ અને લોહીલુહાણ હાલતમાં તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંમાં ખસેડાતા તેમની પાંસળીમાં ફ્રેકચર થયું હોય અને માથામાં ચાર ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી રોજમદાર કર્મચારી પગાર માટે વલખા મારે છે જેના કારણે તેમની આર્થિક હાલત ખરાબ છે જ તેવા સમયે આ અકસ્માતમાં ઇજા પામેલ વાયરમેન પણ રોજમદાર કર્મચારી હોય સારવાર માટે પૈસા કયાંથી લાવવા એ પણ એક ગંભીર પ્રશ્ન છે.અગાઉના વર્ષોમાં પણ આજ પ્રકારના અકસ્માતમાં અમુક વાયરમેનો ગંભીર રીતે ઘવાયા હોવા છતાં પાલીકા તંત્રને જાણે કર્મચારીઓના જીવની કોઈ કિંમત જ ના હોઈ તેમ તેમને કોઈજ સુરક્ષાના સાધનો અપાતા નથી કે, નથી વાયરમેનોના વીમા ઉતાર્યા માટે જો ક્યારેક આવી ઘટનામાં કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો એ માટે જવાબદાર કોણ.? એમના પરિવારનું બેલી કોણ..? જેવા અનેક સવાલો આવી ઘટના બાદ ઉઠ્યા છે ત્યારે પાલિકાના સત્તાધીશો બાકી કામગીરી સાથે આ ગંભીર બાબત પણ વિચારે અને કર્મચારીઓના હિતમાં વીમો અને સુરક્ષાના સાધનોની ગોઠવણ કરે તે જરૂરી બન્યું છે. આ બાબતે શ્રમિક કલ્યાણ સંઘના પ્રમુખ રોહિતભાઈ સોલંકીના જણાવ્યા મુજબ હાલ પાલિકામાં ફરજ બજાવતા રોજમદારો મજબૂરીના માર્યા કામ કરી રહ્યા હોય જેનો લાભ સત્તાધીશો ઉઠાવી રહ્યા છે.પણ જો તેમના બાકી ચાર મહિનાના પગાર આપેલ મુદ્દત સમય દરમિયાન ચુકવવામાં નહીં આવે તો બધા રોજમદાર કર્મચારીઓ ફરી હડતાલ પાડે તો નવાઈ નહીં. ત્યારે સમય આવતા પાલિકાના સત્તાધીશો એમણે કરેલા વાયદાનું કેટલું પાલન કરે છે, એ તો હવે આવનારો સમય જ બતાવશે. બાકી અભી બોલા અભી ફોકની પ્રણાલી વાપરશે તો આવનારા સમયમાં ફરી આ કર્મચારીઓ હડતાળનું શસ્ત્ર ઉગામશે તેમ લાગી રહ્યું છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદ તાલુકામાંથી વહેતી ઢાઢર નદી ભયજનક સપાટી નજીક વહી રહી છે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાલીયા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નું નિરાકરણ ન થતા જાગૃત નાગરિકે મામલતદારને લખ્યો પત્ર

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામાણ ખાતે મર્હુમ અહેમદ પટેલ મેમોરિયલ ફુટબોલ ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ, આગામી ૨૫ તારીખથી યોજાશે ટુર્નામેન્ટ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!