નર્મદા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ કરતા શ્રેષ્ઠીઓનું સન્માન સમારોહ યોજાયો,લોક ગાયક પ્રવીણ લૂણી,કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રી,જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા, સુગરના એમ.ડી નરેન્દ્ર પટેલ સહીત 51 લોકો નર્મદા રત્નથી સન્માનિત કરાવમાં આવ્યા.
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:) નર્મદા જિલ્લામાં ચાલતી એક લોકલ ચેનલ NMD ન્યુઝ નેટવર્કના વાર્ષિક સમારંભમાં નર્મદા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ કરતા શ્રેષ્ઠી ઓનું સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ડેડીયાપાડાના વાંદરી ગામને દત્તક લઇ તમામ સુવિધાઓ ઉભી કરી ગામનો વિકાસ કર્યો એ માટે રાજ્ય સભાના સાંસદ અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ખજાનચી એહમદ પટેલને “નર્મદા રત્ન” એવોર્ડથી સન્માનિત કરાયા હતા.આ સાથે ગોગો ગોગો મારો સોંગ ફેમ અને પ્રસિદ્ધ લોક ગાયક પ્રવીણ લૂણી,કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રી,નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા,ધારીખેડા સુગરના નરેન્દ્ર પટેલ,એમ.આર.આર્ટ્સ & સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા,ગોલ્ડ મેડાલીસ્ટ પ્રો ડો.રવીકુમાર વસાવા,નર્મદા નિર્ભયા ટીમ સહીત 51 લોકો “નર્મદા રત્ન” એવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યા હતા. જેમાં લોક ગાયક ચરોતરનો કિંગ અને નર્મદા જિલ્લાના લાછરસ ગામના વતની પ્રવીણ લૂણીએ “ગોગો ગોગો મારો” ગીત પર દર્શકોને મોજ કરાવી હતી.
રાજપીપલા ખાતે સરદાર ટાઉન હોલમાં યોજાયેલા નર્મદા રત્ન એવોર્ડ -2018ના કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા,છોટાઉદેપુર સાંસદ રામસીંગ રાઠવા,નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા,રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટ,સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ,કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રી નર્મદા જીલ્લા કલેક્ટર આર.એસ.નિનામા,નર્મદા જિલ્લા પોલીસ મહેન્દ્ર બગડીયા,રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહ ગોહિલ,મહારાણી રુકમણી દેવી,ભારતીબેન તડવી સહીત આગેવાનો હાજર રહ્યા હતા.અને સામાજિક કામગીરી વિશેષ રીતે કરતા જિલ્લાના શ્રેષ્ઠ લોકોને મોમેન્ટો,શાલ આપી સન્માન કરવામાં આવ્યા હતા.
ડેડીયાપાડાના વાંદરી ગામના વિકાસ બદલ સાંસદ એહમદ પટેલને “નર્મદા રત્ન” એવોર્ડથી સન્માનિત કરાયા.
Advertisement