Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા.

Share

હરીક્રિષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના મુજબ રાજ્યની જેલોમાંથી પેરોલ-ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ કેદીનોને તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ તિલકવાડા પો.સ્ટે. ગુ.ર.નં. ફસ્ટ ૦૪/૨૦૦૬ ઇ.પી.કો. ક્લમ ૩૦ર મુજબના ગુનાના કામનો કેદી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ હતો અને કોવીડ-૧૯ અનુસંધાને પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ.જે પેરોલ રજા પુર્ણ થતા પરત જેલ ખાતે હાજર નહિ થતા પેરોલ ઉપરથી ફરાર થતાં તિલકવાડા પો.સ્ટે. માં ગુનો નોંધવામાં આવેલ.જે ફરાર કેદીને પકડવા સારૂ બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર કેદી નામે લમનભાઇ પ્રભુભાઇ તડવી રહે.વંઢ તા.તિલકવાડા જી.નર્મદાનાનો ફરાર કેદી વંઢ ગામે છે તેવી બાતમી આધારે એલ.સી.બી.ટીમે વંઢ ખાતે જઇ ફરાર કેદીને ઝડપી પાડી તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ.

આરીફ કુરેશી :- રાજપીપળા

Advertisement

Share

Related posts

વલસાડના રાબડા ગામે ચૂંટણીમાં બોગસ વોટિંગ કરવા આવેલો યુવાન ઝડપાયો.  

ProudOfGujarat

સુરતના જિલ્લા કલેકટર ધવલ પટેલનો જન્મદિન

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર વન કુટિર પાસે રંગલી ચોકડી પાસે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!