હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરની સુરક્ષા માટે સોમવાર સી.આઈ.એસ.એફ નાં ૨૭૦ જવાનો સુરક્ષા માટે લાગી જશે. હમણા હાલમાં એસ.આર.પી અને પોલીસ સુરક્ષા કરે છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરની સુરક્ષા માટે સોમવાર સી.આઈ.એસ.એફ. નાં ૨૭૦ જવાનો આવી જશે, કોરોના કાળના કારણે તેઓ ૭ દિવસ માટે કોરોન્ટાઇનમાં રહેશે અને ત્યારબાદ ડિપ્લોમેન્ટ સેરિમેની થશે. કેવડીયા પાસે વિશ્વની સૌથી ઉચી પ્રતિમાં સ્થાપિત છે અને આપણે સાચા અર્થમાં સૌભાગ્યશાળી છીએ કે, આ પવિત્ર સ્થળનાં ભાગ છીએ સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અતિ મહત્વનું સ્થળ છે.આગામી ૧૭ ઓગસ્ટથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ની ટીમ કેવડીયા પધારશે અને સંભવત: ૧ સપ્ટેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. કેન્દ્રીય સુરક્ષા દળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સોંપવાનાં અસરકારક નિર્ણય કરવા બદલ પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી નિલેશ દુબેએ આભાર માન્યો હતો,વધુમાં જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ બાદ અત્યારસુધી સ્થાનિક નર્મદા પોલીસ અને SRP ગૃપનાં જવાનો દ્રારા પરીસરમાં સુરક્ષા વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં ખુબ મોટુ યોગદાન રહ્યુ છે આ અમુલ્ય યોગદાનની સરાહનાં કરી અભિનંદન સહ આભાર પ્રગટ કર્યો હતો.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા : આરીફ જી કુરેશી