નર્મદા જિલ્લાનાં રાજપીપળા ખાતે શ્રીમતિ સુરજબા રત્નસિંહજી મહિડા કન્યા વિનય મંદિર શાળામાં ૭૪ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૨૦૧૯-૨૦ માં ધોરણ ૧૦ બાર્ડમાં શ્રીમતિ સુરજબા રત્નસિંહજી મહિડા કન્યા વિનય શાળામાં પ્રથમ આવેલી વિદ્યાર્થીની પાટણવાડિયા રીટા હસ્તે રાષ્ટ્રીય ધ્વજ વંદન ફરકાવીને ઉજવાયો હતો. શ્રીમતિ સુરજબા રત્નસિંહજી મહિડા કન્યા વિનય મંદિર શાળામાં આચાર્ય જતીનભાઈ વસાવા હાલની પરિસ્થિતિ મુજબ વિદ્યાર્થીઓ ન હોવાથી વિદ્યાર્થીઓની જગ્યા શિક્ષકોએ લઈને ઇતિહાસમાં પ્રથમવાર વિદ્યાર્થીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર ન હતા.તેમની ગેરહાજરી શિક્ષકો પુરી કરી હતી અને ૭૪ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને નોંધનીય બાબત એ છે હાલમાં કોરોના વાયરસને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ સોસીયલ ડિસ્ટન્સ સાથે રાષ્ટ્રગાન સલામી અને નારા લગાવી આન-બાન-શાન સાથે ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉજવણી કરવા આવી હતી.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.
રાજપીપળા : શ્રીમતિ સુરજબા રત્નસિંહજી મહિડા કન્યા વિનય મંદિર શાળામાં ૭૪ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.
Advertisement