Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી : મદદનીશ કમિશ્નર નિલેશ દુબેએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી.

Share

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદારની કચેરીએ યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં મદદનીશ કમીશનર નિલેશ દુબેએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી હતી. ઉપસ્થિત સૌ કોઇ દેશભક્તિનાં રંગે રંગાયા હતા. નિલેશ દુબેએ સ્વાતંત્ર્ય પર્વનાં વધામણા સાથે અધિકારીઓ, કર્મચારીઓને આજના દીવસની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદાર કચેરી ખાતે યોજાયેલ સમારોહમાં ઉપસ્થિત તમામને સંબોધતા મદદનીશ કમીશનર નિલેશ દુબેએ જણાવ્યુ હતુ કે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે,અત્યારસુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વભરનાં ૪૧ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે,જે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે,અને આપ સૌ અભિનંદનને પાત્ર છો. આપણુ અહોભાગ્ય છે કે, કેવડીયા પાસે વિશ્વની સૌથી ઉચી પ્રતિમાં સ્થાપિત છે અને આપણે સાચા અર્થમાં સૌભાગ્યશાળી છીએ કે, આ પવિત્ર સ્થળનાં ભાગ છીએ સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અતિ મહત્વનું સ્થળ છે.આગામી ૧૭ ઓગસ્ટથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ની ટીમ કેવડીયા પધારશે અને સંભવત: ૧ સપ્ટેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. કેન્દ્રીય સુરક્ષા દળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થા સોંપવાનાં અસરકારક નિર્ણય કરવા બદલ પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી નિલેશ દુબેએ આભાર માન્યો હતો,વધુમાં જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ બાદ અત્યારસુધી સ્થાનિક નર્મદા પોલીસ અને SRP ગૃપનાં જવાનો દ્રારા પરીસરમાં સુરક્ષા વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં ખુબ મોટુ યોગદાન રહ્યુ છે આ અમુલ્ય યોગદાનની સરાહનાં કરી અભિનંદન સહ આભાર પ્રગટ કર્યો હતો. તેઓ શ્રીએ આજનાં પર્વે દેશને આઝાદી અપાવવામાં નામી અનામી રાષ્ટ્રપુરુષોએ તેમનાં જીવનની આપેલ આહુતીનું યોગદાન ભારતનાં ઇતિહાસમાં અમર રહેશે તેમ જણાવ્યુ હતુ.સરદાર સાહેબનાં અથાગ પ્રયત્નોથી અખંડ ભારતનું નિર્માણ થયુ છે, જેથી આપણે સૌએ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશો સમાજમાં ફેલાવો કરવા ઉપસ્થિત તમામને અપીલ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપનાં બાદ કેવડીયા સહિત સમગ્ર જીલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે, અને વિશ્વભરનાં પ્રવાસીઓથી આ વિસ્તાર ધમધમી ઉઠયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ન માત્ર એક પ્રવાસન સ્થળ છે પરંતુ રોજગારી આપવામાં પણ એક ઉમદા ઉદાહરણ સાબિત થયુ છે.કેવડીયામાં આવનાર પ્રવાસીઓ માટે એક શ્રેષ્ઠતમ સુવિધાઓ સરકારશ્રીએ ઉભી કરી છે અને આવનાર સમયમાં કેવડીયામાં એશિયાનું સર્વપ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન તેમજ જીલ્લામાં એરપોર્ટની સુવિધા પણ ઉભી થનાર છે. ધ્વજવંદન બાદ તુરંત જ કોરોનાની વિપરીત સ્થિતીમાં પ્રજાની સેવા કરતા શહીદ થયેલ એવા કોરોના વોરીયર તબીબી સ્ટાફ અને પોલીસ તેમજ પત્રકારો અને સરકારી સેવામાં રહેલ તમામ કર્મીઓને યાદ કરીને મૌન પાડીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ કેવડીયા વિસ્તારમાં કોરોના કાળમાં સરાહનીય ફરજ બજાવનાર ગરૂડેશ્વર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનાં તબીબી સ્ટાફ અને કેવડીયા પોલીસ સ્ટેશન ટીમ અને યુનિટી પરીસરમાં સતત ફરજ નિભાવતા તબીબ તેમજ કેવડીયા વિસ્તારમાં ફરજ બજાવતા સફાઇ કર્મીઓ અને સુરક્ષા જવાનોનું સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે નાયબ કલેકટર(પ્રોટોકોલ) બી.એ.અસારી,મામલતદાર (પ્રોટોકોલ) એ.કે.ભાટીયા,કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા દળનાં અધિકારી તથા સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડનાં અધિકારી ઓ તેમજ લાર્સન એન્ડ ટુબ્રો લીમીટેડ અને ગુજરાત પ્રવાસન નિગમનાં કર્મચારીઓ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્લાસ્ટીક ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ બંધ કરાવવાં વારંવાર રજુઆતો

ProudOfGujarat

રાજપીપલા નગરપાલિકા દ્વારા મઠની સામે – નજીક સ્મશાન બનાવવાની યોજના સામે વિરોધ.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 3 માં અપક્ષ તરીકે ઇલમુદીન (ઉર્ફે ઇલું બક્ષી) એ ઉમેદવારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!