નર્મદા જિલ્લામાં દેશના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે રાજપીપલા મુખ્યમથક ખાતે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં જિલ્લા જીલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે નર્મદા જીલ્લા કલેકટર મનોજ કોઠારીના હસ્તે ધ્વજારોહણ સમારોહ યોજાયો હતો જેમાં ધ્વજવંદન કરાયું હતું.
બાદમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધુન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડસ પ્લાટુનોની પરેડનું જિલ્લા કલેકટર મનોજ કોઠારી નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પ્રર્વતમાન કોવીડ-૧૯ ની મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના વોરીયર્સને પ્રશસ્તિપત્રો જિલ્લા કલેકટરશ્રીના હસ્તે એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તદઉપરાંત પોલીસ વિભાગનાં કર્મયોગી જીવણકુમાર વસાવાને જીવનરક્ષા પદક અને પ્રમાણપત્ર તેમજ રૂા.૧ લાખનો ચેક એનાયત કરી બહુમાન કરાયું હતું. તેમજ ખેલ-કૂદ ક્ષેત્રે પણ શ્રેષ્ઠ દેખાવ કરનાર સ્પર્ધકનું સન્માન કરવામાં આવ્યું ધ્વજારોહણ સમારોહના અંતમાં જિલ્લા કલેકટર મનોજ કોઠારી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
રિપોર્ટર, રાજપીપળા : આરીફ જી કુરેશી નર્મદા જિલ્લા
રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.
Advertisement