Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા શહેરને કચરાપેટી મુક્ત બનાવનાર પાલિકાનાં મુખ્ય અધિકારીને ભેટ : શહેરમાં અનેક જગ્યાઓ પર કચરાનાં ઢગ..!!

Share

ઘણા વર્ષો બાદ રાજપીપળા શહેરને કચરા પેટીમાંથી મુક્ત કરનારા પાલીકાનાં મુખ્ય અધિકારી જયેશ પટેલે કરેલી આ કામગીરીનાં ઘણા વખાણ થયા હતા પરંતુ ગણતરીનાં દિવસોમાં ઘણી જગ્યાઓ પર નિયમિત સફાઈ ન થતા કચરા પેટી વિના કચરાના ઢગ જોવા મળતા સ્થાનિક રહીશોને ચોમાસાની ઋતુ અને કોરોનાનાં હાઉ વચ્ચે બીમારીમાં સપડાઈ તેવો ડર સતાવી રહ્યો છે. જો ધાર્મિક સ્થળો પાસે જ ગંદકી કે કચરાના ઢગલા જોવા મળે તો શહેરનાં અન્ય વિસ્તારોમાં કેવી સફાઈ થતી હશે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ઉઠ્યો છે. વેરો વધારવા ઉતાવળા બનેલા પાલીકા સત્તધીશો તેમજ કેટલાક સદસ્યો પ્રજાને પાણી,સફાઈ જેવી પાયાની સુવિધા યોગ્ય રીતે મળે એ બાબતે યોગ્ય તકેદારી રાખે અને રાજપીપળા શહેરમાં કોરોનાની સાથે સાથે અન્ય કોઈ મોટો રોગચાળો ન વકરે તે દિશામાં પગલાં લે તેવી માંગ ઉઠી છે.કેટલાક સદસ્યોનાં ફળીયામાં પણ આવી તકલીફો જોવા મળતી હતી પરંતુ જે તે સમયે સદસ્યોનાં મતે મુખ્ય અધિકારી સભ્યોનું પણ સાંભળતા નથી ઉપરથી ઘણો સ્ટાફ ઓછો કરી દેતા હાલ સફાઈ સહિત અનેક બાબતે પાલીકા તંત્રની કામગીરી નિષ્ફળ જતી જોવા મળે છે.તેવા સંજોગોમાં નર્મદા કલેક્ટર પણ જો મૌન સેવી બેઠા હોય તો ફરિયાદ કોને કરવી..?? તેવી બુમ ઉઠી હતી માટે જિલ્લા કલેક્ટર આવી બાબત ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે.

રિપોર્ટર આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં જીઆઇડીસી વિસ્તારમાં રોકાયેલા પરપ્રાંતિય શ્રમિકોઓની ડી.વાય.એસ.પી. એ મુલાકાત લઈ જરૂરી સુચનો આપવામાં આવ્યા.

ProudOfGujarat

રાજકોટના ભુવાણા નજીક વહેલી ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવક-યુવતીનું મોત

ProudOfGujarat

ગોધરામાં આવેલ ખાડી ફળિયા વિસ્તારમાં પથ્થર મારો :બે ઘાયલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!