નર્મદા જિલ્લાની એકમાત્ર વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલનો ખાડે ગયેલો વહીવટ દિવસે દિવસે વધુ બગડી રહ્યો હોય હાલમાં જ સરપંચ પરિસદનાં પ્રમુખ નિરંજન વસાવા એ પણ આ બાબતે સાવલો ઉઠાવી સ્થાનિક નેતાઓ કશુ કરતા નથી તેવા આક્ષેપ કર્યા હતા ત્યાં હાલ આ હોસ્પિટલમાં ૧૫ દિવસથી લિફ્ટ બંધ થતાં અધિકારીઓ જાણે ફક્ત કોવિડ પર જ ધ્યાન આપી રહ્યા હોય એમ હોસ્પિટલની તકલીફ બાબતે કોઈને કઈ પડી નથી તેવું લાગી રહ્યું છે. હાલ લિફ્ટ બંધ થતાં ડાયાલીસીસ માટે આવતા દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, ફેક્ચરવાળા દર્દીઓ સહિત વૃધ્ધોને દાદરનાં સહારે ઉપર જવું પડે છે.આમ તો રાજ્ય સરકાર સગર્ભા માતાઓ અને સિનિયર સિટીઝનો માટે અનેક યોજનાઓ મૂકે છે પરંતુ રાજપીપળા સિવિલમાં આ લોકોની મુશ્કેલી કોઈ જોનાર નથી તેમ લાગી રહ્યું છે. હોસ્પિટલનાં અધિકારીઓ આખો દિવસ કોવિડ હોસ્પિટલમાં જ પડયા રહેતા હોય હોસ્પિટલની તકલીફ કોઈ ધ્યાને લેતું નથી તેવી પણ બુમ સંભળાઈ રહી છે ત્યારે નિવૃત થવાના થોડા મહિનાઓ બાકી હોય તેવા અધિકારીઓને આ હોસ્પિટલનું સુકાન સોંપાતા નિવૃત્તિના સમયમાં આ અધિકારીઓ અમુક જવાબદારી ન લઈ પોતાને કોઈ દાગ ન લાગે તેવા પ્રયાસો કરવા માટે કોઈ મતભેદમાં પડતા ન હોય હાલ આ હોસ્પિટલમાં અનેક તકલીફો જોવા મળી રહી છે માટે સ્થાનિક રાજકીય આગેવાનો આ બાબતે આગળ આવી આદિવાસી વિસ્તારની એક માત્ર આ મોટી હોસ્પિટલમાં જરૂરી સવલતો ઉભી કરાવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા