Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળામાં ૫ કોરોના પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૪૮૮ એ પહોંચ્યો.

Share

નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ. આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળામાં હાઉસિંગ બોર્ડ ૧, રાજપૂત ફળિયું ૧, માલિવાડ ૧, આદિત્ય બંગ્લોઝ ૧, કડીયાભૂત ૧ એમ કુલ ૫ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ઉપરાંત નાંદોદ તાલુકાના કરાઠા ગામે ૨, ધારીખેડા ૧, વાવડી ૧ ઉપરાંત ડેડીયાપડા તાલુકાના મંડાણા ૧, સાગબારા ના ગોરડા માં ૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. આમ જિલ્લામાં કુલ ૧૧ પોઝિટિવ દર્દી નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટરમાં ૨૪ દર્દી દાખલ છે આજે ૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૨૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથે જ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૪૮૮ એ પહોંચ્યો છે આજે વધુ ૩૦૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

ભરૂચમાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી જ્ઞાનશક્તિ દિવસથી સાપ્તાહિક કાર્યક્રમોનો પ્રારંભ થયો

ProudOfGujarat

ભરૂચ નગરના ભોઇવાડ વિસ્તારમાં રસ્તા ઉપર ઉંડા ખાડાના પગલે વાહનચાલકો ત્રાહિમામ તેમજ ગંદકીની સમસ્યા ઉદ્ભવી…

ProudOfGujarat

મુંબઈના હાઈરાઈઝમાં લિફ્ટ પડી જતાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!