Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આશા વર્કર બહેનોને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન ૧૮ હજાર લાગુ કરવાની માંગ સાથે નર્મદા જિલ્લા કલેકટરને આવેદન

Share

આજે રાજપીપળા ખાતે ગુજરાત આશા વર્કર ફેડરેશન નર્મદા જિલ્લા દ્વારા પોતાની પડતર મંગણીઓને લઈ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં સરકાર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર સ્વાસ્થ્ય મિશન ચલાવવામાં આવે છે તેમાં બહેનો આશા વર્કર તરીકે ફરજ બજાવે છે જેમાં તેને ઇન્સેટીવ રૂપે નાણાં ચૂકવામાં આવે છે. સરકાર દ્વારા પ્રજાના સ્વાસ્થ્ય ને લઈને જે પડકાર રૂપે સમસ્યાઓ જેવી કે પોલીયો, માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર, કુપોષણ, સ્વાઈન ફ્લુ, ક્ષય, ચિકનગુનિયા, આયુષ્માન ભવ, મિશન ઇન્દ્રધનુષ્ય વગેરે રોગ બિનચેપી રોગો તેમજ હાલ ચાલતા કોરોના કોવીડ – ૧૯ નું સર્વે કરી સરકારની યોજનાઓ સફળ બનાવે છે. આ બહેનો આશરે ૧૦ થી ૧૫ વર્ષથી આ કાર્ય કરે છે આ કાર્યમાં મદદરૂપ બહેનોને તેનો બદલો આપવાને બદલે સરકાર દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે. વર્ષોથી સરકારની યોજનાઓમાં કાર્ય કરતી હોવા છતા તેઓના ભવિષ્યનું કોઈ ચોક્કસ ભાવિ નથી આથી આશા વર્કર બહેનોમા રોષની લાગણી ઉભી થાય છે. આશા વર્કર બહેનોની સમસ્યાને ઘ્યાને લઈને સરકારને વિનંતી છે કે તેઓને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન ૧૮ હજાર કરી આપવા સરકારને આશા વર્કર બહેનોની મૂળભૂત માંગણીને ધ્યાને લઈ યોગ્ય કરવા વિનંતિ છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નવલા નોરતાના ગરબાની રમઝટ દર વર્ષની જેમ જામી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

વડોદરા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી જૂની પેન્શન યોજના શરૂ કરવા પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!