Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા LCBનો સપાટો ૧૮૯૬૦/- રૂ.ના મુદ્દામાલ સાથે સાગબારા તાલુકાના ચોપડવાવ ના ૭ જુગરીઓની ધરપકડ

Share

 

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાની સૂચનાથી નર્મદા જિલ્લામાંથી દારૂ જુગારના દુષણને ડામવાના સક્રિય પ્રયાસો ચાલી રહ્યા છે.ત્યારે નર્મદા LCB PSI એ.ડી.મહંત પોતાના સ્ટાફ સાથે ચોક્કસ બાતમીના આધારે સાગબારાના ચોપડવાવ ગામે જુગાર અંગેની રેડ કરતા કુલ રૂ. ૧૮૯૬૦/- ના મુદ્દામાલ સાથે સાત આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં રૂ. ૧૩૯૬૦/- રોકડા,મોબાઈલ ફોન ૪ નંગ રૂ. ૪૦૦૦/- તેમજ જિયો રાઉટર ૧ નંગ રૂ. ૧૦૦૦/- આંકડા લખેલ કાગડો તેમજ પેન સાથે કુલ રૂ. ૧૮૯૬૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.અને તમામ આરોપીઓ સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં જુગરધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

આરોપીના નામ
૧- બિપિનભાઈ ભીખુભાઈ વસાવા
૨- રાજકિશોર કૃષ્ણા ભાઈ વસાવા
3- સુરેશભાઈ કૃષ્ણભાઈ વસાવા
૪- રવજીભાઈ ઉતરાભાઈ વસાવા
૫- સુકલાલભાઈ મગનભાઈ વસાવા
૬- રમેશભાઈ પુનિયાભાઈ વસાવા
૭- સુરપસિંગ જાતરિયા ભાઈ વસાવા

તમામ રહેવાસી ગામ ચોપડવાવ તાલુકો સાગબારા જિલ્લો નર્મદાના હોવાનું જાણવા મળ્યું હતું .


Share

Related posts

વલસાડ : ધરમપુર પોલીસે દેશી દારૂનો ગોળ અને નવસારનો જથ્થો પકડયો.

ProudOfGujarat

રાજયની સૌથી મોટી દુર્ગાપૂજા, 5 દિવસમાં 75 હજાર કિલો ખીચડીનો પ્રસાદ

ProudOfGujarat

લીંબડીમાં વિદ્યાર્થીઓ અને વાલીનુ સંમેલન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!