Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના હાઉ વચ્ચે રાજપીપળાની નાંદોદ બ્લોક હેલ્થ કચેરી બહાર જ રસ્તે રઝળતું માસ્ક કોણે નાખ્યું..??!

Share

રાજપીપળા સહિત હાલ નર્મદા જિલ્લામાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે કોરોના પોઝીટીવનો આંક 400 ને પાર કરી ચુક્યો છે. કેટલાક વિસ્તારો રેડ ઝોનમાં હતા તે એક દિવસ પહેલા જ ખુલ્લા કર્યા છે ત્યારે રાજપીપળા એસ.ટી ડેપો પાછળ આવેલી મામલતદાર કચેરીની સામે આવેલી નાંદોદ બ્લોક હેલ્થ કચેરીનાં ગેટની સામે જ રસ્તા પર પડેલું માસ્ક અનેક સવાલો ઉભા કરે છે.

નાંદોદ બ્લોક હેલ્થ કચેરીની બહાર ડેપો તરફ જતા માર્ગ પર કોઈકે નાખેલું માસ્ક જોખમી કહી શકાય ત્યારે હાલ કોરોનાનાં વધતા કેસો અને કોરોનાનાં હાઉ વચ્ચે રસ્તે રઝળતું માસ્ક કોણે નાખ્યું હશે તે સવાલ નો જવાબ કદાચ કોઈ પાસે નહિ મળે પરંતુ આવી બેદરકારી ગંભીર અને જોખમી કહી શકાય તેમ છે, ત્યાંથી આવતા જતા હજારો લોકોનાં સ્વાસ્થ્ય માટે આ બાબત જોખમી કહી શકાય. બુધવારે રાજપીપળા શહેરનાં કેટલાક રેડ ઝોન વિસ્તારો નિયમ મુજબ ખુલ્લા કરાયા હોય હજુ અમુક વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ પણ હશે ત્યારે અત્યંત જરૂરી તેવું માસ્ક આમ જાહેર માર્ગ ઉપર પડેલું જોવા મળે તે ખૂબ ગંભીર બાબત છે. ત્યાં સફાઈ કરતા કર્મચારીઓ કે ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે આ બાબત ગંભીર હોય એ તરફ લાગેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ જોઈ માસ્ક નાંખનાર કે ભુલમાં પડી ગયા બાદ પણ તેને યોગ્ય જગ્યાએ ન મૂકી માર્ગ ઉપર લોકો માટે ખતરો ઉભો કરનારા તત્વો સામે પગલાં લેવાય તે જરૂરી છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

ગઝલ અને છન્ડ પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરાયું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં લીંભેટ ગામે ભાણેજ અને વહુનાં ઝઘડામાં મામા પર હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

લીંબડી પાવર હાઉસ ખાતે આવેલ નવા સ્મશાનગૃહ ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા વૃક્ષારોપણ સાથે સ્મશાનગૃહની સાફ સફાઈ કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!