નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ઉપરાંત કાછીયાવાડ, શાક માર્કેટ સહિતનાં વિસ્તારોમાં એકાએક કોરોનાના કેસો વધી જતાં આ વિસ્તારોને તંત્ર દ્વારા રેડ ઝોન જાહેર કરી ૧૪ દિવસ માટે સીલ કરાયા હતા ત્યારબાદ તે વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી રેડ ઝોનમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેવી પોલીસ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી. હાલ કેટલાક વિસ્તારોમાં નહિવત કેસો છે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં કોરોનાનાં કેસો શૂન્ય છે ત્યારે આજે રેડ ઝોન જાહેર થયાને એ વિસ્તારોને ૧૪ દિવસ પૂર્ણ થતા કે જે વિસ્તારોમાં કોરોનાનાં કેસો મળયા નથી એવા વિસ્તારોને તંત્ર દ્વારા આજે ખોલી દેવામાં આવશે ઉપરાંત જે વિસ્તારોમાં કોરોનાનાં કેસો છે તેવા વિસ્તારોને રેડ ઝોન તરીકે સીલ જ રાખવામાં આવશે. આ બાબતે પ્રાંત અધિકારી કે.ડી ભગત સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં જે વિસ્તારોમાં કોરોનાના કેસો નથી તેવા વિસ્તારોની ખોલી દેવામાં આવશે ઉપરાંત જે વિસ્તારોમાં કોરોના કેસ છે તે વિસ્તાર ખોલવામાં નહીં આવે. ખાસ કરીને રાજપીપળાનું મુખ્ય બજાર એવા શાકમાર્કેટ રોડને તંત્ર દ્વારા રેડ ઝોન જાહેર કરીને સીલ કરવામાં આવ્યું હતું જોકે આ વિસ્તારમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ હતો નહીં જેથી વેપારીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો ત્યારે આજે શાક માર્કેટ રોડનો વિસ્તાર ખૂલશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા