રાજપીપળા નગર પાલિકામાં જરૂરી કેટલોક સ્ટાફ પણ મુખ્ય અધિકારીએ છૂટો કરી દેતા ઓછા કર્મચારીઓ વચ્ચે કોરોનાની જ કામગીરી પર ધ્યાન આપતા મુખ્ય અધિકારી જયેશ પટેલને પાણી સહિત કેટલીક જરૂરી સુવિધા વિના લોકોને પડતી તકલીફ જણાતી ન હોય એમ પોતાની મનમાની કરી રહ્યા હોવાની બુમો સંભળાઈ છે ત્યારે હાલ શહેરનાં અમુક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો લીકેજ છે, અમુક વિસ્તારમાં પાણી ઓછું આવવાની પણ ફરિયાદ હોય આવી ગંભીર બાબતે પણ પૂરતું ધ્યાન અપાતું નથી છતાં લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ પણ આ બાબતે મુખ્ય અધિકારીને કોઈ જ ખુલાસા ન પૂછી મૌન સેવી રહ્યા હોય તો શહેરની પ્રજાને આવી તકલીફો માંથી પસાર થવું પડે તે સ્વાભાવિક છે. સવાલ એ છે કે પાણી લીકેજ જ્યા છે ત્યાં પ્રાંત અને મામલતદાર કચેરી આવેલી છે છતાં પ્રાંત અને મામલતદાર શું આ લીકેજ અધિકારીઓને નથી દેખાતું કે પછી આડાકાન કરે છે. બીજી બાજુ સફેદ ટાવર પાસે તો વર્ષોથી પાણીનું વાલ લીકેજ હોવાથી હજારો લીટર રોજનું પાણી ગટરમાં વહી જાય છે છતાં પણ ત્યાંથી જિલ્લાના મોટા મોટા અધિકારીઓ પસાર થાય છે તો પણ ફરિયાદ કોઈ અધિકારી પાલિકાને કરતું નઇ હોઈ કે પછી પાલીકાના અધીકારી કોઈનું સાંભળતા નથી ?? આવી બધી સમસ્યા માટે જો પાલિકાના ચીફ ઓફિસરને પત્રકારો સવાલ પૂછે છે તો પત્રકારો પર ડેફોરેશનનો કેશ કરવાની ધમકી આપે છે. જો પાલિકાના લાગતા પ્રશ્ન જો પત્રકારના પૂછે તો કોણ પૂછે ??? જો પાલીકા આ સમસ્યાનો હલ ના લાવી શકે તો પાણી વેરો વધારવાનો કોઈ જરૂરત જ નથી. રાજપીપળા નગરપાલિકાના વોટર વર્કસનાં સુપરવાઇઝર હરેન્દ્રભાઈ જણાવ્યું હતું કે થોડાક દિવસો પહેલા પણ આ લીકેજ થયો હતો ત્યારે રીપેર કરાયો હતો અને ફરી લીકેજ થયો હતો આ નગરપાલિકાને ના લાગે જેનો હશે તેને લાગે, પંચાયતનો હશે તો પંચાયતને લાગે, મામલતદારનો હશે તો મામલતદારને લાગે આવું લુલો બચાવ કરીયો હતો??
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.