Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનો ચેપ નર્મદા જિલ્લામાં તથા રાજપીપળામાં ફેલાયો હોવાની દહેશતનાં પગલે જિલ્લા કલેકટરે તાત્કાલિક મીટીંગ બોલાવી એક્શન પ્લાન તૈયાર કર્યો.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે.કેવડિયા SRP કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો એવી જ સ્થિતિ હાલ નર્મદા જિલ્લા અને ખાસ કરીને રાજપીપળા શહેરની છે. નર્મદા કલેકટર મનોજ કોઠારીએ તાબડતોડ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અધિક સચિવ ડો.નીલમ પટેલ, જિલ્લા કલેકટર મનોજ કોઠારી સહિત પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.એ બેઠકમાં અધિકારીઓએ કોરોના સામે એક નવો એક્શન પ્લાન બનાવ્યો હતો. કોરોનાના આટલા કેસો હોવા છતાં નર્મદા જિલ્લાના લોકો યોગ્ય રીતે માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટનસિંગ પણ જાળવતા નથી.અમુક લોકો ફક્ત માસ્ક લટકાવી જ રાખે છે, તો હવે પછી જો પૂરેપૂરું માસ્ક (એટલે કે નાક પણ ઢંકાયેલું હોવું જોઈએ) નહિ પેહેર્યું હોય એને પણ દંડ કરવામાં આવશે, દંડની રકમ પણ વધારવાની વિચારણાઓ ચાલી રહી છે.જે વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે એ વિસ્તારના લોકોએ પોતાની લક્ષ્મણ રેખા બાંધવી પડશે, જો તેઓ લક્ષમણ રેખા ઓળંગશે તો કોરોના નામનો રાક્ષસ એમને ભરખી જશે. જે જે વિસ્તારમાં કોરોનાના કેસો આવેલા છે એ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે.નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.આર.એસ.કશ્યપના જણાવ્યા મુજબ એ વિસ્તારમાં સતત 14 દિવસ અને જો જરૂર પડે તો 28 દિવસ સુધી આરોગ્ય ટિમો સર્વે કરશે.અને જે વ્યક્તિને શરદી, ખાંસી, તાવ સહીત અન્ય લક્ષણો દેખાશે એને સ્થળ પર “Antigen covid” ટેસ્ટ કરવામાં આવશે.રાજપીપળામાં 100 અને કોવિડ હોસ્પિટલ પર 50 અને અન્ય તાલુકામાં 100 મળી રોજના કુલ 250 લોકોના સેમ્પલો લેવાનો લક્ષ્યાંક અપાયો છે. કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં ઘરે ઘરે સર્વે અને સેનેટાઇઝિંગ સહિતની કામગીરી કરાશે.ચોમાસાની સિઝન છે તો મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પણ દેહસત છે ત્યારે જો કોઇના પણ ઘરમાં મચ્છરના પોળા જણાશે તો એ વ્યક્તિને 200 રૂપિયા તાત્કાલિક દંડ ભરવો પડશે, મચ્છરજન્ય રોગથી બચવા પોતે જ પોતાના ઘરની સફાઈ રાખવી પડશે. સુરતનો ચેપ રાજપીપળામાં ફેલાયો? છેલ્લા 1 મહિનામાં નર્મદા જિલ્લામાં જેટલા પણ કોરોનાના કેસો સામે આવ્યા છે એ અંકલેશ્વરથી ગરુડેશ્વર તાલુકાની વચ્ચેના લોકો જ છે.જેથી રાજપીપળા સહિતના વિસ્તારમાં સુરતના કોઈક વ્યક્તિનો ચેપ લાગ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.આમ જોવા જઈએ તો કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા બાદ અથવા જ્યાં કોરોના વધુ ફેલાયો છે એવા વિસ્તારમાંથી આવ્યા બાદ 14 દિવસ દરમિયાન વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે જ્યારે હાલમાં ફક્ત 7 દિવસમાં જ કોરોનાના લક્ષણો રાજપીપળાના લોકોમાં દેખાઈ રહ્યા છે.વ્યક્તિ 7 દિવસમાં કોરોના પોઝિટિવ આવતો હોવાનું સુરતમાં આરોગ્ય વિભાગે તારણ કાઢ્યું હતું, તો આ જોતા રાજપીપળામાં સુરતના અથવા સુરતથી રાજપીપળા આવેલા કોઈક વ્યક્તિએ સંક્રમણ ફેલાવ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.સુરત જેવી અને કેવડિયા SRP કેમ્પ જેવી કપરી સ્થિતિ જો સર્જાશે તો એવી સ્થિતિને પણ પહોંચી વળવા નર્મદા જિલ્લો સક્ષમ છે.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પ્રદુષણ મુદ્દે એન.સી.ટી એ હાઈકોર્ટનો હુકમનો અમલજ ન કર્યો હતો.

ProudOfGujarat

નડીયાદ બાર એસોસિએશનની ચુંટણીમાં નવા પ્રમુખ અને ઉપરમુખ ચૂંટાયા.

ProudOfGujarat

વિરમગામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ગાંઘીહોસ્પીટલ મા ડોકટરોની ખાલી જગ્યા ભરવા ,બ્લડ બેંક ચાલુ કરવા તથા મંજુર થયેલ નવર્નિમાણ બિલ્ડીંગનું કામકાજ ચાલુ કરવા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીન પટેલ ને લેખિત મા રજુઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!