હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ બાકાત નથી. નર્મદા જિલ્લામાં પણ કોરોનાનાં કેસો વધી રહ્યા છે અનલોકની શરૂઆતમાં નર્મદામાં કેવડિયાના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ છુટા છવાયા જિલ્લામાં કોરોનાનાં કેસો નોંધાઇ રહ્યા છે. આજે વધુ ૬ કેસ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીસ ઓફિસર ડોક્ટર કશ્યપનાં જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૭૫ સેમ્પલમાંથી ૬ નાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક દર્દી સિસોદ્રા તેમજ ૫ દર્દી રાજપીપળામાં સમાવેશ થાય છે એક સાથે રાજપીપલામાં પાંચ કેસો મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે પોઝિટિવ આવેલ દર્દીઓની યાદી :
૧. ધ્રુવ કુમાર મનહરભાઈ માલી ઉ. ૩૬ પુરુષ મોટા માલીવાડ, રાજપીપળા
૨. અંકિતભાઈ રાકેશભાઈ દેસાઈ ઉ. ૩૧ પુરુષ મુકેશ સ્ટોર ભાટવાડા, રાજપીપળા
૩. મોહીન મહેબૂબ ભાઈ શેખ ઉ. ૩૦ પુરુષ ખાટકી વાડ, નવફડીયા, રાજપીપળા
૪. દિલબર બાનું મોઇનઉદ્દીન પઠાણ ઉ. ૫૨ મહિલા લાલટાવર, સિંધીવાડ, રાજપીપળા
૫. અનસોયાબેન અનિલભાઈ સોલંકી ઉ. ૪૮ મહિલા આરબ ટેકરા, રાજપીપળા
૬. રમેશભાઈ ગોરધનભાઇ પટેલ ઉ. ૬૦ પુરુષ મંદિર ફળિયું સિસોદ્રા
સાથે જ નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાનાં ૨૫ દર્દીમાંથી બે દર્દી સુરત અને ત્રણ દર્દી વડોદરા રીફર કરતા ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી ૯૬ દર્દીઓ સજા થતા રજા અપાઈ છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી કુલ ૧૨૦ કોરોના દર્દી નોંધાયા છે તેમજ કોરોનાનાં કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી આજે વધુ ૬૨ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. જોકે કોરોનાનાં વધતા સંક્રમણને ધ્યાને લઇ નર્મદા જિલ્લાના રાજપીપળાનાં વેપારીઓએ ચાર વાગ્યે દુકાનો બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે પરંતુ કેટલાક લોકો બિન્દાસ બજારમાં ફર્યા કરે છે અને કેટલાક લોકો સરકારી ઓવારો પણ જઇને બેસે છે ટોળા-ટોળા ભેગા થાય છે. જો જેથી તંત્રએ પણ બિંદાસ ફરતા લોકો સામે લાલ આંખ કરે તે પણ જરૂરી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા