Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાનાં દરબાર રોડ અને દોલત બજારનાં ભાડવાળાનાં ગોપચણ ફળિયું પર એક મહિનાથી પાણીની બુમ બાદ પણ કોઈ જોવા પણ આવતું નથી..?!

Share

સોમવારે પાલીકા સભા ખંડમાં વેરો વધારા મુદ્દે ઉહાપોહ થયો હતો જેમાં અમુક સદસ્યો અને અસંખ્ય ગ્રામજનોના વિરોધના સુર બાદ પણ પાલીકાએ પાણી વેરો સહિતના વેરો વધારો જીકયો. પરંતુ સુવિધાના નામે લાલીયાવાડી જોવા મળી રહી છે.જેમાં દરબાર રોડ પર પાણીની મોકાણ બાબતે રહીશો એક મહિનાથી મુખ્ય અધિકારી સહિત લાગતા વળગતા સ્ટાફને ફરિયાદ કરી હોવા છતાં ઠાલા અશ્વસનો જ મળે છે. દરબાર રોડ પારેખ ખડકી સહીત આસપાસ ના અમુક વિસ્તારોમાં ચોમાસામાં પણ પીવાના પાણીની તકલીફ હોય આ બાબતે સ્થાનિક રહીશે મુખ્ય અધિકારી જયેશ પટેલને ટેલિફોનિક,વોટ્સએપ ઉપર વારંવાર ફરિયાદ કરી છતાં થઈ જશેનું આશ્વાસન આપતા અધિકારી કે અન્ય સ્ટાફે આ ગંભીર તકલીફ બાબતે કોઈજ પગલાં લીધા નથી.ત્યારે સવાલ એ થાય કે ચોમાસાની ઋતુમાં જો પીવાના પાણીની સમસ્યા હોય તો ઉનાળામાં શુ થશે..? અને ઘણા સમયથી વેરો વધારવા થનગની રહેલા પાલીકા સત્તાધીશો કેમ પ્રજાની ફરિયાદ બાદ એક એક મહિનો થવા છતાં પણ પગલાં લેતા નથી..? શુ તેમને ફક્ત વેરો વધારા માજ રસ છે..?દરબાર રોડ પર આવેલી પાલીકા પુસ્તકાલયમાં જ પાણીનો બોર આવેલો હોવા છતાં સામેની જ ગલીમાં જો પીવાના પાણ ની તકલીફ હોય તો અન્ય જગ્યાએ રહેતાં લોકોની શુ હાલત હશે..?! વેરા વધારા બાદ પાલીકા તંત્ર પુરતી સુવિધા પણ આપે તેવી લોક માંગ ઉઠી છે. રાજપીપળા નગરપાલિકાના પ્રમુખના વોર્ડ દોલત બજાર ભાડવાળાના ગોપચણ ફળિયુંમાં અમુકના ઘરોમા લગભગ એક મહિનાથી પાણી ઓછું આવે છે એની ફરિયાદ મને પાલીકામાં મૌખિક રજુવાત કરવા છતાં અમારી સમસ્યાનું કોઈ ઉકેલ નથી આવતો. હવે જો પાલીકા પ્રમુખના જ વોર્ડમા જ આ હાલત હોઈ તો બીજા વોર્ડ નું શુ થતું હશે. પાલીકામા જયારે ફરિયાદ કરીએ છે તો કહેવામા આવે છે અમરે નવી લાઇન નાખવાની છે એમ કહીને જવાબદારીમાંથી છૂટી જાય છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, અન્ય ત્રણ ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો સંશોધન અહેવાલ જનરલ ઈન્સ્યોરન્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પ્રકાશ પાડે છે

ProudOfGujarat

ભરૂચ એસ.ટી મઝદુર સંધ દ્વારા વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!