Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતા નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વિના-મુલ્યે છત્રીનું વિતરણ કરાશે.

Share

નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતાં નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની સંકલિત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા નર્મદા જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વિભાગની માર્ગદર્શિકા/ઠરાવ મુજબ મંજુરી મળેલ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા જિલ્લાના લાભાર્થીઓએ i-khedut પોર્ટલ પર તા.૧૨/૦૭/૨૦ થી તા.૧૫/૦૮/૨૦ સુધી ઓનલાઈન અરજી કરી અરજીઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂ.નં ૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવા સદન, નર્મદા– રાજપીપલા ખાતે સ્વીકારવામાં આવશે, (કચેરી સંપર્ક નં.૦૨૬૪૦-૨૨૧૮૮૯) તેમ,નાયબ બાગાયત નિયામકશ્રી નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

લોન્ગ વર્કિંગ અવર્સ બની રહ્યું છે દુનિયાભરમાં લોકોના મોતનું કારણ : WHO નો મોટો ખુલાસો.

ProudOfGujarat

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાના આ લુકની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!