Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી કે.ડી ભગતે સરપ્રાઈઝ ચેકીંગ કરતાં માસ્ક વગરનાં કર્મચારીઓ ઝડપાતા દંડ ફટકાર્યો.

Share

નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય હાલ પોલીસ સાથે વહીવટી તંત્રનાં જવાબદાર અધિકારીઓ પણ આ બાબતે નિયમોનું પાલન કરાવવા કડક પગલાં લેતા જોવા મળ્યા હોય રવિવારે રાજપીપળા પોલીસે એક જ દિવસમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી ૩૭૦૦૦/- રૂપિયા દંડ વસુલ્યો હતો. તેમ છતાં કાયદાનાં રખેવાળ એવા સરકારી બાબુઓ પણ કાયદાનું પાલન ન કરતા હોય નર્મદા પોલીસ સાથે પ્રાંત અધિકારી ડી.કે. ભગતએ જિલ્લા સેવા સદનમાં આવેલી કચેરી ખાતે સરપ્રાઈઝ વિઝિટ કરતા કચેરીમાં માસ્ક વગર ફરતા ૬૦ થી વધુ કર્મચારીઓ ઝડપાતા તમામ પાસેથી તત્કાલ સ્થળ પર જ ૨૦૦/-રૂપિયા લેખે દંડ વસુલ કરતા બાકી કર્મચારીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

મગણાદ ગામ પાસે રેનોલ્ડ ક્વિડ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ…

ProudOfGujarat

કલેક્ટરના હસ્તે નર્મદા જિલ્લાનો સને ૨૦૨૧-૨૨ ના વર્ષનો રૂા. ૯૧૦.૮૪ કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખૂલ્લો મુકાયો.

ProudOfGujarat

નબીપુરમાં મોહસીને આઝમ મિશનના સહયોગથી પારૂલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આરોગ્ય શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!