Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદામા વરસાદના બીજા રાઉન્ડમાં કેળાના પાકને સૌથી વધુ નુકશાન:ખેડૂતોનો કેળાનો પાક જમીનદોસ્ત થયો.

Share

નર્મદા જિલ્લામાં એક સપ્તાહ બાદ 3 દિવસના પડેલા વરસાદે થરી ગામમાં 10 થી 15 એકર જમીનમાં નુકશાની થઇ

Advertisement

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદા જીલ્લામામાં એક સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને વાવાઝોડાને કારણે નાંદોદ તાલુકાના મોટે ભાગના ગામોમાં ખેડૂતોના ખેતરોમાં કેળાના પાકને વ્યાપક નુકસાન થયું હોવાના એહવાલ સાંપડી રહ્યા છે.જેમાં થરી,રામપુરા,માંગરોલ કલી મકવાણા સહીત અનેક ગામોમાં આખે આખા ખેતરોમાં કેળાના પાકો જમીન દોસ્ત થઇ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો.

નર્મદા જિલ્લામાં મેઘરાજાની બીજી ઇનિંગ પણ ધમાકેદાર એન્ટ્રી રહી છે.નર્મદા જિલ્લાનો અત્યાર સુધીનો કુલ વરસાદ 800 મીમી જેટલો પડ્યો છે.જેમાં ખાસ કરીને નાંદોદ તાલુકાના ખેડૂતોના મુખ્ય એવા કેળના પાકને ભારે નુકસાન થયું છે.નાંદોદ તાલુકાના રામપુરા,માંગરોલ,કલી મકવાણા,ગુવાર,વાવડી,વડીયા, કરાંઠા,થરી સહીત વિસ્તરોમા કેળાના પાકને વ્યાપક નુકશાન થયું હોવાના એહવાલ સાંપડી રહ્યા છે. અત્યાર સુધી નર્મદા જિલ્લામાં 95 હજાર હેકટર જમીનમાં અનાજ,કઠોળ,કપાસ સહીતના પાકોનું વાવેતર થઇ ગયું છે,અને 20હજાર હેક્ટરથી વધુ કેળાનો પાક ખેતરોમાં તૈયાર થઈને ઉભો છે.નર્મદા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઇનિંગના 500 હેકટરથી વધુ કેળાનો ઉભો પાક જમીનદોસ્ત થઇ ગયો છે.આમ ખેતીને વ્યાપક નુકશન થતા નાંદોદ તાલુકાના ખેડૂતો માટે વરસાદનુ બીજી વારનું આગમન મુશ્કેલી લાવ્યું છે એમ કહીએ તો ખોટું નથી.
નાંદોદ તાલુકાના થરી ગામના ખેડૂત મહેશ ચીમન પટેલે જણાવ્યું હતું કે થરી ખાતે આવેલ મારા 4 એકરના સર્વે નંબરના ખેતરમાં લગભગ 3000 રોપા તૈયાર હતા.આ વાવાઝોડામાં મારૂ આખું ખેતર જમીન દોસ્ત થઇ ગયું છે.આવું ઘણા ખેડૂતોને નુકશાન થયું છે સરકાર આ બાબતે સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમારી માંગ છે.કેમ કે કેળના મોંઘા બિયારણને અમે એક સગા દીકરાની જેમ ઉછરેલા છે,અમને ઘણું મોટું નુકશાન થયું છે.


Share

Related posts

લીબડી કેળવણી મંડળ સંચાલિત કુમાર વિદ્યાલય નું નવીનીકરણના હવન સાથે શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

લીંબડી ડાયાલીસીસ સેન્ટરમાં શોર્ટ સર્કીટથી ઈલેક્ટ્રીકસીટી ગુલ થતાં દર્દીઓ રઝળીયા…

ProudOfGujarat

ભરૂચ : શુક્લતીર્થ ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!