રાજપીપળામાં વેરા વધારા મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજની સામાન્ય સભા ઉપર દરેકની નજર હતી. લોકોને આશા હતી કે કદાચ સત્તાધીશો લોકડાઉનમાં પાયમાલ બનેલ પ્રજાને રાહત મળશે અને વેરો વધારો હાલ પૂરતો મોકૂફ રખાશે ત્યારે લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ મહેશભાઈ વસાવા તેમજ ડૉ. કમલભાઈ ચૌહાણે વેરા વધારા અંગે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને સલીમભાઈ સોલંકી કવિતાબેન માછી, સુરેશભાઈ વસાવા, ઇલુભાઈ બક્ષી મળી કુલ છ સભ્યોએ વેરા વધારા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો જ્યારે ભાજપ, અપક્ષ ના ૧૬ સભ્યોએ વેરા વધારવા માટે સમર્થન કર્યું હતું ઉપરાંત વિરોધપક્ષના નેતા અને અન્ય બે સભ્યો ગેરહાજર રહ્યા હતા. પૂર્વ પ્રમુખ અને વર્તમાન સભ્ય મહેશભાઈ વસાવના માટે આ સામાન્ય સભા ગેરકાયદેસર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ સભ્ય મહેશભાઈ વસાવાએ તારીખ 13-7-2020 ના રોજ યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભાને ગેરકાયદેસર જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે અગાઉ 24 જૂનનાં રોજ જ્યારે આ બાબતે સામાન્ય સભા રાખવામાં આવી તે કોરોનાનું કરણ આગળ ધરી પ્રમુખ દ્વારા સર્ક્યુલર દ્વારા એજન્ડાને રદ કરવામાં આવ્યો હતો સભા મોકૂફ રાખવી તેમ નહોતું જણાવ્યું. ઉપરાંત આજે જે વેરા વધારા મુદ્દે ઠરાવ થયો તેપણ ગેરકાયદેસર છે કેમ કે પાલિકા દ્વારા આગાઉ 27.4.2020 ના રોજ વેરા બાબતે લોકડાઉન સમયમાં ફરતો ઠરાવ થઈ ગયો હતો ત્યારે પાલિકાની કલમની જોગવાઈ મુજબ કોઈપણ ઠરાવમાં સુધારો કરવો હોય તો 90 દિવસ બાદ સામાન્ય સભામાં મૂકી શકાય ત્યારે આ પ્રમુખ તેમજ ભાજપ કોંગ્રેસ દ્વારા ખોટો ઠરાવ કરાયો છે. રાજપીપળા પાલિકા પ્રમુખ જિગીશાબેન ભટ્ટે જણાવ્યું કે કર્મચારીઓના પગારમાં તકલીફ પડતી હતી એટલે આંશિક વેરો વધાર્યો છે અને એમાં મોટે ભાગના સભ્યોની સંમતિ છે.રાજપીપળા પાલિકાએ વાર્ષિક 1.50 રૂપિયા વેરો વધાર્યો છે.જેમાં સૂચિત વેરો 750,સ્ટ્રીટ લાઈટ વેરો 150, સફાઈ વેરો સફાઈ કરે એ માટે 100 અને ઘર દીઠ ઉઘરાવે એનો 150 અને પાણીનો વાર્ષિક વેરો 150 કરાયો છે. રાજપીપળાની જનતાને માથે બોઝ ન પડે એ માટે આંશિક વેરો વધાર્યો છે.રાજપીપળાની પ્રજાએ વધારા બાદ હવે કેટલો વેરો ભરવો પડશે. પાણી વેરો જે પહેલા ₹600/- રૂ. હતો તેના બદલે ₹750/- ભરવાનો રહેશે, ગટર વેરો જે પહેલા 12₹ હતો તે 80₹ થયો, નવા ઉભાં કરવામા આવેલા વેરા સફાઈ વેરો 120₹, લાઈટ વેરો 120₹ કરવામાં આવ્યો છે અને અન્ય મિલ્કત વેરો, વાણિજ્ય વેરામાં પાણી વેરો, મિલકત વેરો વગેરે વેરાઓમાં આકરો વધારો કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : આરીફ જી કુરેશી, રાજપીપળા નર્મદા
રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં વેરા વધારો મંજુર : સત્તાધીશોને લોકડાઉનમાં પ્રજાની દયા ન આવી.?!
Advertisement